યુક્રેન પર હુમલા બાદ રશિયાના ઘણા દેશો સાથેના સંબંધો બગડ્યા છે. ઘણા પશ્ચિમી દેશોએ રશિયા સાથેના સંબંધોને સંપૂર્ણપણે તોડીને યુક્રેનને મદદ મોકલી છે ત્યારે જર્મનીએ પણ યુક્રેનનું સમર્થન કરી રશિયા સાથેના સંબંધો તોડ્યા છે અને જર્મનીએ રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોસ સાથેનો સહયોગ સમાપ્ત કર્યો છે.
આ પગલાં બાદ રશિયાએ જર્મનીના સેટેલાઇટને હાઇજેક કરવાનો પ્રયાસ કર્યો છે આ મામલો સામે આવ્યા બાદ જર્મનીની સ્પેસ એજન્સી પહેલા કરતા વધુ સતર્ક થઈ ગઈ છે.
વાસ્તવમાં, થોડા વર્ષો પહેલા, રશિયા અને જર્મનીએ સંયુક્ત મિશન હેઠળ અવકાશમાં ઉપગ્રહ મોકલ્યો હતો. અત્યાર સુધી આ બંને દેશો આ મિશન પર સાથે મળીને કામ કરી રહ્યા હતા. જો કે, જર્મની પીછેહઠ કર્યા પછી, રશિયન અધિકારીઓએ તેને હેક કરવાનો પ્રયાસ કર્યો હતો.
જર્મનીના પીછેહઠ બાદ ઇરોસિટા સેટેલાઇટનું કામ પૂર્ણપણે અટકી ગયું છે.
બીજી બાજુ, જર્મન અધિકારીઓએ ચેતવણી આપી છે કે જર્મનીની ભાગીદારી વિના, ઇરોસિટા શરૂઆતમાં રશિયન સ્પેસ એજન્સીને મોટું નુકસાન પહોંચાડી શકે છે.