વિશ્વભરમાં કોરોના મહામારી નો આતંક છવાયો છે અને અત્યાર સુધીમાં લગભગ 32 લાખ 72 હજાર 102 કેસ નોંધાઈ ચુક્યા છે.અને કોરોના ના ખપ્પર માં 2 લાખ 31 હજાર 312 લોકોએ જીવ ગુમાવ્યા છે તેવે સમયે ખબર આવી રહી છે કે રશિયાના પ્રધાનમંત્રી મિખાઈલ મિશુસ્તિન નો ગુરુવારે રાત્રે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે તેમણે પોતેજ આ વાત ની પૃષ્ટિ કરી છે. જેને લઈ રશિયા માં કોરોના ની દહેશત વધુ વ્યાપી ગઈ છે બીજી બાજુ કોરોના વાઈરસમાં ચાઈના ના વાયરસ અંગે ટ્રમ્પ કોઈ પણ સંજોગોમાં ચીનની ભૂમિકા અંગે તપાસ કરવા માંગે છે. ટ્રમ્પ પ્રશાસનના સિનિયર અધિકારીઓએ જણાવ્યું કે અમેરિકાની ગુપ્તચર સંસ્થાને કહેવામાં આવ્યું છે કે કોઈ પણ સંજોગોમાં પૂરાવા શોધો, જેથી એ સાબિત કરી શકાય કે કોરોના વાઈરસ ચીનના વુહાનની લેબોરેટરીમાંથી નિકળ્યો છે. યુરોપમાં ઈટાલી દેશમાં કોરોનાની મહામારીનો અંત આવ્યો નથી ત્યારે આર્થિક મોરચે પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ઈટાલીમાં આર્થિક મંદીનું જોખમ ઉભુ થયુ છે.આમ વિશ્વભર માં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે અને એક પણ મિસાઈલ છૂટ્યા વગર દુનિયા વિશ્વયુદ્ધ નો સામનો કરી રહી છે
