નવી દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસો ધરાવતા દેશોમાં અમેરિકા બાદ ભારત બીજા ક્રમે છે પરંતુ રાહતના સમાચાર એ છે કે, ભારતમાં પ્રતિ 10 લાખ વસ્તી દીઠ સંક્રમણની ઝપેટમાં આવતા લોકો અને તેનાથી મૃત્યુ પામનાર દર્દીઓની સરેરાશ સંખ્યા અન્ય મુખ્ય દેશોની તુલનાએ ઘણી ઓછી છે.
કેન્દ્રીય પરિવાર અને આરોગ્ય મંત્રાલયે બુધવારે જારી કરેલા આંકડા મુજબ પ્રતિ 10 લાખની વસ્તી દીઠ સંક્રમણની ઝપેટમાં આવનાર વ્યક્તિઓની સંખ્યા સરેરાશ 4894 છે અને મૃત્યુઆંક 138 છે. સંક્રમણથી પ્રતિ 10 લાખ વસ્તી દીઠના આધારે સર્વાધિક પ્રભાવિત બ્રાઝિલમાં 23911 સરેરાશ કેસ છે અને ત્યાં આટલા વસ્તીંમાં વાયરસથી જીવ ગુમાવનાર લોકોની સંખ્યા સૌથી વધુ 706 છે.
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 63509 નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયો છે અને એક દિવસમાં 730 લોકોના સંક્રમણથી મોત નિપજ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી કરાયલા આંકડાઓ મુજબ દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની કૂલ સંખ્યા હવે 72,39,390 થઇ ગઇ છે. કોરોનાના કૂલ કેસોમાં 8,26,876 એક્ટિવ કેસો છે. 63,01,928 લોકો કોરોના વાયરસના સંક્રમણમાંથી મુક્ત થઇને સાજા થઇ ગયા છે. તો બીજી બાજુ આ વાયરસથી અત્યાર સુધી 1,10,586 લોકોના મોત થયા છે. નોંધનિય છે કે, બ્રાઝિલ વિશ્વમાં આ વૈશ્વિક મહામારીથી સૌથી વધુ પ્રભાવિત ત્રીજો દેશ છે.
ભારતમાં આ સંખ્યા અનુક્રમે 5199 અને 79 છે. કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશમાં વિશ્વની મહાશક્તિ અમેરિકા છે. ત્યાં પ્રતિ 10 લાખની વસ્તી દીઠ કોરોના સંક્રમિતોની સરેરાશ સંખ્યા 23072 અને સરેરાશ મૃત્યુઆંક 642 છે. દક્ષિણ આફ્રિકામાં આ સરેરાશ પ્રમાણ અનુક્રમે દર્દીઓની સંખ્યા 11675 અને મૃત્યુઆંક 631 તો ફ્રાંસનમાં આ સરેરાશ પ્રમાણ અનુક્રમે 10838 અને 498 છે. રશિયામાં અનુક્રમે 8992 અને 300 છે જ્યારે બ્રિટનમાં આ પ્રમાણ સરેરાશ 8993 અને 156 છે.