લંડનઃ કોરોના વાયરસના કહેર વચ્ચે સમગ્ર દુનિયા માટે એક રાહતના સમાચાર આવ્યા છે. બ્રિટનને ફાઇઝર – BioNTechની કોરોના વેક્સીનનો ઉપયોગ કરવા બુધવારે મંજૂરી આપી દીધી છે. બ્રિટનમાં આગામી સપ્તાહથી આ કોરોના વેક્સીનનો ઉપયોગ શરૂ થઇ જશે. બ્રિટન કોરોનાની વેક્સીનના ઉપયોગને મંજૂરી આપવનાર પ્રથમ દેશ છે.
બ્રિટનની સરકારે એક નિવેદનમાં કહ્યુ કે, તેણે ઇન્ડિપેન્ડેન્ટ મેડિસિન અને હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી (MHRA)ની ભલામણોને ધ્યાનમાં રાખીને Pfizer-BioNTechની કોરોન વેક્સીનનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. આ વેક્સીન આગામી સપ્તાહથી સમગ્ર લંડનમાં ઉપલબ્ધ થઇ જશે.
ફાઇઝર કંપનીનું કહેવુ છ કે,બ્રિટનની આ વેક્સીનને ઇમરજન્સી યૂઝ ઓથોરાઇઝેશનના નિર્ણયાક કોવિડ-19 વિરુદ્ધની લડાઇમાં ઐતિહાસિક પગલુ છે. કંપનીના સીઇઓ Albert Bourlaએ કહ્યુ કે, અમે ઓથોરાઇઝેશનની દિશામાં કામગીરી કરી રહ્યા હતા. MHRAએ કેરફુલ એસેસમેન્ટ કર્યુ અને બ્રિટનના લોકોને બચાવવા માટે સમયસર નિર્ણય લીધો છે. અમે દુનિયાના અન્ય દેશો પાસેથી પણ આવી જ અપેક્ષા રાખી રહ્યા છે અને અમારુ ધ્યાન દુનિયાને તાત્કાલિક ધોરણે ઉચ્ચ ગુણવત્તાવાળી કોરોના વેક્સીનની સપ્લાય કરવા પર છે.
વૈશ્વિક મહામારીના દૌરમાં અત્યાર સુધી 1.5 મિલિયન લોકોના મોત થયા છે અને વૈશ્વિક અર્થવ્યવસ્થા પડી ભાંગી છે ત્યારે આ વેક્સિનને એક સારા મોકાના રૂપમાં જોવામાં આવી રહી છે.બ્રિટને ફાઇઝર અને બાયોએનટેકની બે શૉટ વાળી વેક્સીનના ચાર કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે. આ વેક્સિન સંક્રમણ રોકવામાં 95 ટકાથી વધુ પ્રભાવી છે. દુનિયામાં કોરોના વાયરસના કારણે 6.4 કરોડથી વધુ લોકો સંક્રમિત થઇ ચુક્યા છે. સાથે જ બ્રિટનમાં અત્યાર સુધી કોરોના વાયરસના કારણે 16 લાખથી વધુ લોકો આ વાયરસની ઝપેટમાં આવી ચુક્યા છે.