ભારતીય મૂળના નવલકથાકાર અને વિશ્વ વિખ્યાત લેખક સલમાન રશ્દીની તબિયતને લઈને કેટલાક રાહતના સમાચાર છે.
તાજેતરની માહિતી અનુસાર, રશ્દીને વેન્ટિલેટર પરથી હટાવી દેવામાં આવ્યા છે અને હાલ તેઓ વાત કરવા સક્ષમ છે.
જણાવી દઈએ કે શુક્રવારે અમેરિકાના ન્યૂયોર્કમાં આયોજિત એક કાર્યક્રમમાં 24 વર્ષીય યુવકે ચાકુના ઉપરા ઉપરી ઘા મારીને ગંભીર રીતે ઘાયલ કરી દીધા હતા.
વિશ્વભરના લેખકો અને રાજકારણીઓ એ સલમાન રશ્દી પર થયેલા હુમલાની નિંદા કરી છે, ઇરાની કટ્ટરપંથીઓએ તેઓના મૃત્યુનો ફતવો બહાર પાડ્યા બાદ તેઓ ઘણા વર્ષોથી છુપાયેલા રહેતા હતા, પશ્ચિમ ન્યૂયોર્કમાં તેમના ભાષણ પહેલાં સ્ટેજ પર આ હુમલો થયો હતો.