કોરોના ની મહામારી માં આપણા દેશ માં કેટલીક ખાનગી હોસ્પિટલ દર્દીઓને ને લૂંટી રહી છે ત્યારે બીજી તરફ વિદેશ ની ધરતી ઉપર ભારતીય દર્દી ની કોરોના ની સારવાર નું દોઢ લાખ નું બિલ માફ કરીને ઉપર થી ઇન્ડિયા આવવા માટે દર્દી અને તેના સાથી ને 10 હજાર આપ્યા હતા અને વિમાન ની ટિકિટ પણ ફ્રી કરાવી દીધી હોવાનો કીસ્સો સામે આવ્યો છે.
વિગતો મુજબ ભારત નાતેલંગાણાના જગતિયાલ જિલ્લાના રહેવાસી 42 વર્ષીય ઓડનાલા રાજેશની દુબઇમાં ગત 23 એપ્રિલે તબિયત બગડી હતી. તેણે કોરોના ટેસ્ટ કરાવતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો, જેથી તેને દુબઇ ની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં 80 દિવસની સારવારનું બિલ 7,62,555 દિરહામ એટલે કે ભારતીય રૂપિયા મુજબ અંદાજે 1.52 કરોડ નું બિલ બન્યું હતું જોકે જેઓ એ તેને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો તે રાજેશને ગલ્ફ વર્કર પ્રોટેક્શન સોસાયટીના અધ્યક્ષ ગુંડેલ્લી નરસિમ્હાએ આ ગરીબ ભારતીય દર્દીની મદદ માટે તેઓ એ દુબઇ સ્થિત ભારતીય દૂતાવાસના વોલન્ટિયર સુમનાથ રેડ્ડીને જાણ કરી, જેમણે દુબઇમાં શ્રમિક બાબતોના ભારતીય રાજદૂત હરજિત સિંહને જાણ કરી અને તેમને વિનંતી કરી કે રાજેશ આટલું બિલ ચૂકવવા સમર્થ નથી, તેની મદદ કરો.
ત્યાર બાદ હરજિત સિંહે હોસ્પિટલ મેનેજમેન્ટને પત્ર લખી માનવતાના ધોરણે બિલ માફ કરવા માગ કરતા હોસ્પિટલ મેનેજમેન્ટે પણ માનવતા દર્શાવી રાજેશનું રૂ. દોઢ કરોડ નું બિલ માફ કરી તેને રજા આપવા સાથે તેના માટે દુબઇથી ભારતની ફ્રી ટિકિટની વ્યવસ્થા કરી ને રાજેશ અને તેના એક સાથીને રૂ.10 હજાર ની મદદ પણ કરી હતી , ત્યારબાદ કોરોના ને મ્હાત આપનાર રાજેશ 14 જુલાઇએ એર ઇન્ડિયાની ફ્લાઇટ દ્વારા દુબઇથી હૈદરાબાદ પહોંચ્યો હતો ત્યાંના એરપોર્ટ પર અધિકારીએ તેને 14 દિવસ હોમ ક્વોરન્ટીન થવાની મંજૂરી આપીને ઘરે મોકલ્યો હતો આમ વિદેશ ની ધરતી ઉપર પણ એક ભારતીય કોરોના ગ્રસ્ત ને મફત સારવાર અને ફ્લાઇટ નું ભાડું અને ઉપર થી વાપરવા માટે પૈસા આપનાર હોસ્પિટલ ના ચોમેર વખાણ થઈ રહ્યા છે.
નવાઈ ની વાત તો એ છે કે હોસ્પિટલે પોતાનું નામ પણ જાહેર નહિ કરવા જણાવ્યું હતું.
