ભારત સહિત આખું વિશ્વ કોરોના વાયરસના કારણે પીડાઈ રહ્યું છે પરંતુ જે દેશમાંથી આ વાયરસ બધા દેશમાં ફેલાયો છે ત્યાં અત્યારે લોકો સામન્ય જીવ જીવી રહ્યા છે. ચીનના આંકડાઓ પર વિશ્વાસ કરીએ તો ચીનમાં કોરોના વાયરસના કારણે ખૂબ જ ઓછા મોત અને કેસ સામે આવ્યા છે જોકે સામે પક્ષે આખા વિશ્વમાં કોરોના વાયરસની બેથી ત્રણ લહેર સામે આવી જેમાં લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કોરોના વાયરસના કેસને આટલા દિવસ વીતી ગયા છતાં આજ સુધી સામે આવી શક્યું નથી કે ા વાયરસ ફેલાયો કઈ રીતે? પ્રાકૃતિક રીતે? કે પછી લેબમાંથી જાણીજોઇને ફેલાવવામાં આવ્યો?
અમેરિકાના બે નિષ્ણાતોએ રવિવારે કહ્યું કે કોવિડ 19ની ઉત્પત્તિ વીશે તપાસ કરવા માટે ચીનના સહયોગની આવશ્યકતા છે જેથી ભવિષ્યમાં આવનાર મહામારીના ખતરાના સંકટને ટાળી શકાય. ટ્રમ્પ સરકારના સમયમાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનમાં કમિશનર રહેલા અને ફાઇઝરના બોર્ડના વર્તમાન સદસ્ય સ્કોટ ગોટલિબે કહ્યું છે કે કોરોના વાયરસ ચીનના વુહાનની જ લેબમાંથી આવ્યું હોય તેવી સૂચનાઓ મળી રહી છે.
ટેક્સાસ ચિલ્ડ્રન હોસ્પિટલ સેન્ટર ફોર વેક્સિન ડેવલપમેન્ટના કો-ડાયરેક્ટર પીટર હોત્ઝે કહ્યું કે કોરોના વાયરસની ઉત્પત્તિ ક્યાંથી થઈ તે જાણવામાં નહીં આવે તો ભવિષ્યમાં નવી મહામારીનો ખતરો છે.