બુધવારે જ્યારે બજાર ખુલ્યું ત્યારે સેન્સેક્સ 100 પોઈન્ટ વધીને 58255 પોઈન્ટ પર જ્યારે નિફ્ટી 17300 ઉપર ટ્રેડ કરી રહ્યો છે. બુધવારે આંતરરાષ્ટ્રીય બજારમાંથી મિશ્ર સંકેતો મળ્યા હતા.
આજે બુધવારે જ્યારે બજાર ખુલ્યું ત્યારે સેન્સેક્સ 100 પોઈન્ટ વધીને 58255 પોઈન્ટ પર પહોંચી ગયો હતો, જ્યારે નિફ્ટી 17300 ઉપર ટ્રેડ કરી રહ્યો છે. બુધવારે આંતરરાષ્ટ્રીય બજારમાંથી મિશ્ર સંકેતો મળ્યા હતા. ચીન અને અમેરિકા વચ્ચેના તણાવ વચ્ચે અમેરિકી બજારોમાં થોડી નબળાઈ જોવા મળી હતી. ડાઉ જોન્સ 400 પોઈન્ટ ઘટીને દિવસની નીચી સપાટીએ બંધ રહ્યો હતો.
નાસ્ડેકમાં પણ નજીવો ઘટાડો જોવા મળ્યો હતો. એશિયન બજારોમાં SGX નિફ્ટી 35 અંકોના વધારા સાથે 17350 ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે.
બુધવારે બજારના શરૂઆતી કારોબારમાં મેટલ સેક્ટરના શેરોમાં મજબૂતી જોવા મળી રહી છે. આઇશર મોટર્સ, JSW સ્ટીલ અને સિપ્લા કંપનીઓ નિફ્ટી 50 શેરોમાં મજબૂતી બતાવી રહી છે, જ્યારે S&P BSE સેન્સેક્સમાં ભારતી એરટેલ, ટાટા, રિલાયન્સ અને ટાટા સ્ટીલ મજબૂતી બતાવી રહ્યા છે.