નફ્ફટ ચાઈના એક તરફ મીઠી મીઠી વાતો કરી કલાકો ના કલાકો આપણા આર્મી ચીફ ને રોકી રાખીને બીજી તરફ ચીનીઓ ભારત સરહદે બંકર અને બાંધકામો વધારી રહ્યા છે એટલું જ નહીં બંકરો ઉભા કરી સૈનિકો ની સંખ્યા વધારી રહ્યું છે જેથી ચીન નો મૂડ લાંબી લડાઈ લડી ભારત નો કેટલોક હિસ્સો પડાવી લેવાની ચાલ છતી થઈ છે કારણ કે 15-16 જૂનની રાત્રે બિહાર રેજિમેન્ટના જવાનોએ પીપુલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના જે ટેન્ટ ઉખાડી નાંખ્યા હતા ત્યાં જ ફરીથી ચીને પોતાના ટેન્ટ ઉભા કરી ચેલેન્જ કરી છે એ જગ્યા માટે 20 ભારતીય સૈનિકોએ પોતાના બલિદાન આપ્યા હતા તેજ આખો હિસ્સો પાછો ચીને કબ્જો કરી લીધો હોવાનો સેટેલાઇટ ઇમેજ માં ખુલાસો થયો છે,જેમાંગાલવાન ઘાટીમાં પેટ્રોલ પોઇન્ટ 14 નજીક ટેન્ટ જેવા સ્ટ્રકચરની પુષ્ટિ થઈ છે. સેટેલાઇટ ઇમેજમાં પણ આ સ્ટ્રકચર દેખાય છે. આ કોર્પ્સ કમાન્ડર-સ્તરના વાટાઘાટા પર થયેલી સહમતિનું ઉલ્લંઘન છે. એવું માનવામાં આવતું હતું કે તણાવ ઓછો થશે પરંતુ ચીનના આ પગલાંથી તણાવ વધવાની શકયતા વધી ગઈ છે.
આ એજ જગ્યા છે જ્યાં શહીદ કર્નલ સંતોષ બાબુએ ચીની ટેન્ટ ઉખાડી ફેંકયા હતા અને ભારત ની સીમા માંથી ચીનીઓ ને ખદેડી મુકયા હતા,ત્યારબાદ બંને સેનાએ પેટ્રોલ પોઇન્ટ 14 પરથી પીછેહઠ કરી હતી. ત્યારબાદ બંને દેશો વચ્ચે વાટાઘાટો પર સહમતી બની હતી. અને આ જગ્યા ઉપર નહિ જવા સહમતી સધાઈ હતી અને ત્યારબાદ ચીનાઓ એ ભારત ને વાતો માં પરોવી અહીં નવા તંબુ બનાવવાનું કામ શરૂ કરી દીધું હતું. સૂત્રોએ સેટેલાઇટ તસવીરોને કન્ફર્મ કરીને કહ્યું કે પેટ્રોલ પોઇન્ટ 14 પર ચીન દ્વારા અહીં કંસ્ટ્રકશન એક્ટિવિટી વધારી રહ્યુ છે. ચીન પોતાના સૈનિકો માટે નવા ડિફેન્સીસ અને શેલ્ટર તૈયાર કરી રહ્યું હોવાની વાત સામે આવી છે.
પેંગોંગ ત્સોથી દૌલાત બેગ ઓલ્ડી વચ્ચે પીએલએના સૈનિકોના ઓછામાં ઓછા 15 પોકેટ્સને ઓળખી લેવામાં આવ્યા છે. તેમાં એ સૈનિકો પણ સામેલ છે જેઓ ગેલવાન ખીણની અથડામણ બાદ એલએસીની પાસે ખસેડવામાં આવ્યા છે. ભારતે પણ પોતાની તરફ સૈનિકોની સંખ્યામાં વધારી દીધી છે. LAC પર ચીની સૈનિકોની સંખ્યા 10 હજારથી વધુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઘણા લોકેશન્સ પર ચીની ઓફેંસિવ પોઝિશન પર છે. તેમની પાછળ ટેન્ક અને આર્ટિલરી છે. તેમજ એડિશનલ સૈનિકો પણ તૈનાત કરવામાં આવ્યા છે. ગાલવાન ખીણમાં સ્થિતિ તંગદિલી ભરેલી છે. તાજી સેટેલાઇટ તસવીરો દર્શાવે છે કે પીએલએ ડિફેન્સની તૈયારી કરતું રહે છે. આ અથડામણ બાદથી ચીને રસ્તો બનાવાનું કામ ઝડપી બનાવ્યું છે અને PP14 નજીક સૈનિકો માટે એક માળખું બનાવી રહ્યું છે. અગાઉ આ વિસ્તારમાં ફક્ત પેટ્રોલિંગ કરવામાં આવતું હતું. ગાલવાન ઘાટી અને પેંગોંગ ત્સો સિવાય દૌલાત બેગ ઓલ્ડી (ડીબીઓ) ની નજીક ડેપ્સસંગ પ્લેન્સઅને ગોગરા પોસ્ટ ઉભી કરાતા તંગદિલી વધી છે.
ડેપસાંગમાં ચીને એલએસી નજીક સશસ્ત્ર રચના તૈયાર કરી છે. તેમજ ગોગરાની પાસે 2 કિલોમીટર અંદર સુધી ચીની સૈનિકો તૈનાત છે. ડેપાસાંગમાં ચીની તેમની કલેમ લાઇન સુધી આગળ વધી શકે છે જે ભારત તરફ એલએસીના 15-20 કિલોમીટર છે.
આમ ચીન પોતાના વચન માંથી વારંવાર ફરી રહ્યું છે અને ભારત ના અધિકારીઓ સાથે માત્ર વાતો કરી ટાઈમ પાસ કરી પોતાનું ધાર્યું કરી રહ્યું હોવાનું સામે આવી રહ્યું છે જે ભારત માટે ચિંતા નો વિષય છે.
