જિંદગીભર જો મફતમાં સેન્ડવીચ ખાવી હોયતો મશહુર ફૂડ ચેન સબવેએ તેના ગ્રાહકો માટે એક અનોખી ઓફર મૂકી છે.
સબવે ફૂડના ચાહકો માટે બેસ્ટ મફત અને તે પણ જીવનભર સેન્ડવીચ ખાવા કંપનીએ જે શરત રાખી છે તે શરત નાનકડી છે પણ આકરી છે.
અમેરિકન ફાસ્ટફૂડની મફતમાં સેન્ડવીચ ખાવાની તક ત્યારે જ મળશે જયારે કંપનીએ રાખેલી એક કાયમી શરતને પુરી કરશે.
આ માટે ગ્રાહકે સબવે સીરીઝનું 12*12 ઇંચનું ટેટૂ બનાવડાવું પડશે. જે બાદ જ આ ઓફરનો લાભ મળશે. અમેરિકાની લાસ વેગાસમાં સવારે 11થી 5 વાગ્યા સુધી આ ટેટૂ કરાવી શકો છો. ન્યુયોર્ક પોસ્ટના એક રિપોર્ટ અનુસાર, ગ્રાહક ઈચ્છે તે અંગ પર ટેટૂ કરાવી શકે છે.
કંપની દ્વારા આપવામાં આવેલી ઓફર અનુસાર, 12*12 ઇંચનું ટેટૂ બનાવડાવો છો તો આખી જિંદગી મફતમાં સેન્ડવીચ ખાવા મળશે. જો કોઈ કસ્ટમર 2*2 ઇંચનું ટેટૂ કાંડા, પગ અને અન્ય અંગ પર કરાવે છે તો આખો મહિનો સબવેનું ફૂડ મફતમાં ખાવા મળશે. જો કોઈ વ્યક્તિ આખા પગમાં ટેટૂ કરાવે છે તો $50,000નું ગિફ્ટ કાર્ડ દર વર્ષે મળશે. જો કંપનીનું માનીએ તો આ ઓફરમાં ટીનએજર્સને સામેલ કરવામાં આવ્યા નથી.
આમ જીવન ભર મફત સેન્ડવિચ ખાવી હોયતો આ શરત પાળવી પડશે.