મોસ્કોઃ કોરોના મહામારીના સંકટથી લડી રહેલા રશિયાએ બુધવારે એક મોટી જાહેરાત કરી હતી. રશિયામાં કોરોના વાયરસના નવા કેસોમાં થઇ રહેલા વધારા વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જાહેરાત કરી કે, રશિયાએ પોતાની બીજી કોરોના વેક્સીનનું રજિસ્ટ્રેશન કરી લીધુ છે. રશિયામાં સરકારે આ કોરોના વેક્સીનને મંજૂરી આપી દીધી છે. પુતિને કહ્યુ કે, સ્પુતનિક V બાદ રશિયાએ વધુ એક કોરોના વેક્સીનને મંજૂરી આપી છે. રશિયાએ આરંભિક ટ્રાયલ બાદ કોરોના વાયરસની વેક્સીનને મંજૂરી આપી દીધી છે. આ કોરોના વેક્સીનનું નામ EpiVacCorona છે.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કેબિનેટ સભ્યોની સાથે એક વીડિયો કોન્ફરન્સ દમરિયાન તેની જાહેરાત કરી છે. પુતિને કહ્યુ કે, નોવોસિબિર્સ્ક વેક્ટર સેન્ટરે આજે કોરોના વિરુદ્ધ બીજી રશિયન કોરોના વેક્સીનનું રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. પુતિને બુધવારે સરકારી અધિકારીઓની સાથે એક ટેલીવીઝન બેઠક દરમિયાન આની જાહેરાત કરી હતી. પુતિને કહ્યુ કે, હવે આપણે પ્રથમ અને બીજી કોરોના વેક્સિનનું ઉત્પાદન વધારવાની જરૂરી છે. પુતિને કહ્યુ કે, પ્રાથમિકતા એ છે કે હવે વેક્સીને બજારની માંગ મુજબ સપ્લાય કરવામાં આવશે.
રશિયાએ અગાઉ 11 ઓગસ્ટે દુનિયાની પહેલી કોરોના વેક્સીન સ્પુતનિક- Vનું રજિસ્ટ્રેશન કરાયુ હતુ. હવે લગભગ બે મહિના બાદ રશિયાના વૈજ્ઞાનિકોએ ફરી એક વાર નવી કોરોના વેક્સીનનું પણ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. રશિયન અધિકારીઓએ પ્રાંરભિક તબક્કાના અધ્યયન બાદ બીજી કોરોના વેક્સીનને મંજૂરી આપી છે.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને આ પહેલા ઓગસ્ટમાં કહ્યુ હતુ કે તેમના દેશે સ્પુતનિક-V નામની પહેલી કોરોના વેક્સીનનું રજિસ્ટ્રેશન કરી લીધુ છે. હાલ આ વેક્સીન તેના ક્લિનિકલ ટ્રાયલના અંતિમ તબક્કામાં છે. અલબત દુનિયાના ઘણા વૈજ્ઞાનિકોએ આ વેકસીનને ઉતાવળે બનાવેલી વેક્સીન ગણાવી તેની નિંદા કરી હતી.