આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે પણ આ ફિલ્ડમાં હવે ફેક ન્યૂઝની સાથે સાથે ફેક રિવ્યૂની બદી ઘુસી જતા ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ પર ફેક રિવ્યૂથી ગ્રાહકોને છેતરીને તેની પસંદગીને પણ પ્રભાવિત કરવામાં આવી રહી હોવાનું સપાટી ઉપર આવ્યું છે.
તપાસમાં મેટા કંપનીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર એવાં 10,000 ગ્રૂપ્સ સામે આવ્યાં છે જે ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ એમેઝોન પર થર્ડ પાર્ટી સેલરને ફેક રિવ્યૂ વેચી રહ્યા હતા આવા10,000 ગ્રૂપ્સ કાયદાના સકંજામાં આવ્યા છે.
આ ગ્રૂપ્સ દ્વારા અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઇટલી, સ્પેન અને જાપાનમાં તેની સાઇટ્સ પર આ પ્રકારના ફેક રિવ્યૂ પોસ્ટ કરવામાં આવ્યા છે.
આ ગ્રૂપ્સ ફેક રિવ્યૂ લખવા માટે દુનિયાભરમાંથી લોકોની ભરતી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે જેમાં એડમિન રિવ્યૂ દીઠ 800 રૂ. (10 ડોલર) લેતા હોવાનું ખુલ્યુ છે.
એડમિન પર પૈસા અથવા મફત પ્રોડક્ટ્સને બદલે થર્ડ પાર્ટી સેલર્સ માટે ફેક રિવ્યૂ આપવાનો આરોપ છે. એક ગ્રૂપ એમેઝોન પ્રોડ્ક્ટ રિવ્યૂના 43 હજાર સભ્ય હતા. જે કાર સ્ટિરિયો અને કેમેરા ટ્રાયપોડ માટે રિવ્યૂ લખતા હતા અને સેલરને ઊંચી કિંમત અથવા મફત પ્રોડક્ટ્સને બદલે વેચતા હતા. એક અન્ય એમેઝોન વેરિફાઇડ બાયર એન્ડ સેલર ગ્રૂપમાં પણ 2500 સભ્ય હોવાનું સામે આવ્યું છે.
આમ,બદલાયેલા જમાનામાં જેટલી ટેકનોલોજી વિકસે છે તેની સાથે ફ્રોડ માફિયાઓ પણ બમણી ગતિથી ફૂટી નીકળે છે.