તુર્કીમાં આવેલા ભૂકંપ અંગે અગાઉ કરવામાં આવેલી આગાહી સાચી સાબિત થઈ છે.
વાત છે તા.4 ફેબ્રુઆરી, 2023ની કે તે દિવસે નેધરલેન્ડના સંશોધક ફ્રેન્ક હોગરબીટ્સે એક ટ્વીટ કર્યું – ‘આજે નહીં, તો કાલે, ટૂંક સમયમાં તુર્કી, જોર્ડન, સિરિયા અને લેબેનોન ક્ષેત્રમાં 7.5 તીવ્રતાનો ભૂકંપ આવશે.’ આ ટ્વીટ કર્યાના બરાબર 2 દિવસ બાદ, 6 ફેબ્રુઆરીના રોજ સવારે 4 વાગ્યે, તુર્કી અને સિરિયામાં 7.8ની તીવ્રતાનો ખતરનાક ભૂકંપ આવ્યો જેમાં સેંકડો લોકોનાં મોત થયાં છે અને હજારો લોકો ઘાયલ થયા છે.
ભૂકંપની આ આગાહી તદ્દન સાચી પડી છે અને તુર્કીના આ ભૂકંપની આગાહી કરનાર સંશોધક ફ્રેન્ક હોગરબીટ્સે હવે ભારત વિશે પણ આવો જ દાવો કર્યો છે. ‘આવનારા થોડા દિવસોમાં એશિયાના જુદા જુદા ભાગોમાં ભૂગર્ભ ગતિવિધિની સંભાવના છે. આ હિલચાલ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન થઈને હિંદ મહાસાગરની પશ્ચિમ બાજુએ થઈ શકે છે. ભારત તેમની વચ્ચે હશે. એટલે તુર્કી જેવા વિનાશક ભૂકંપની ભારતમાં શક્યતા છે.
સાથેજ આગામી દિવસોમાં ચીનમાં પણ ભૂકંપ આવી શકે છે. જોકે આ આગાહીમાં ફ્રેન્કે ન તો ભૂકંપની તીવ્રતા અને ન તો તારીખ જણાવી છે પણ ભારતમાં ભૂકંપ આવવાની આગાહી તેઓએ કરતા ચિંતા ઉભી થઇ છે,
કારણ કે તુર્કીમાં તેઓએ કરેલી આગાહી સાચી પડી છે.
બીજી તરફ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નાના નાના ભૂકંપના આંચકા આવી રહયા છે તંત્ર જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે પણ ભૂકંપ ક્યારે આવશે તે જાણવું તેની શોધ થઈ નહિ હોવાથી માત્ર અનુમાન જ લગાવાઈ રહયા છે.
તુર્કીમાં ભૂકંપ ની સચોટ આગાહી કરનાર ફ્રેન્ક હોગરબીટ્સ સોલર સિસ્ટમ જીઓમેટ્રી સર્વે (SSGS) નામની સંસ્થાના સંશોધક છે તેઓએ હવે આગાહી કરી છે કે આગામી ભૂકંપ અફઘાનિસ્તાનથી શરૂ થશે અને પાકિસ્તાન અને ભારતને પાર કરીને હિંદ મહાસાગરમાં સમાપ્ત થશે.
