અમેરિકામાં ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર જો બાઈડન અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બનશે. જેઓ ને ભારત ના વડાપ્રધાન મોદીએ બાઈડનને અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા માટે અભિનંદન પાઠવ્યા છે.
બાઈડનને અત્યાર સુધીમાં 7 કરોડથી વધુ વોટ મળી ગયા છે. આજથી પહેલાં કોઈ પણ રાષ્ટ્રપતિને આટલા વધુ વોટ નથી મળ્યા. એરિઝોનામાં બાઈડનની પાસે 20,000થી વધુ વોટની સરસાઈ છે. જ્યોર્જિયામાં તેઓ 7 હજારથી વધુ વોટથી આગળ છે. જો કે હજુ 4 રાજ્યોમાં કાઉન્ટિંગ ચાલી રહ્યું છે. તો નોર્થ કેરોલિના અને અલાસ્કામાં ટ્રમ્પ આગળ ચાલી રહ્યાં છે. બાઈડનની પાસે 279 ઈલેક્ટોરલ વોટ થઈ ગયા છે. રાષ્ટ્રપતિ બનવા માટે 270નો આંકડો જરૂરી છે, અમેરિકામાં તાજેતરમાં યોજાયેલી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ડેમોક્રેટ ઉમેદવાર જો બાયડન ને હાલમાં વિજેતા જાહેર કરાયા છે, રિપબ્લીકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ ને હરાવીને તેઓ હવે અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ પદનો તાજ ગ્રહણ કરશે, જે બાદ તેઓ અમેરિકાના અત્યાર સુધીના ઇતિહાસના સૌથી મોટી ઉમરના રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે, જેમની ઉમર ૭૮ વર્ષ છે અને સાથે જ પહેલી વખત કોઈ મહિલા અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટનો તાજ ગ્રહણ કરશે, જે ભારતીય મૂળના કમલા હેરીસ હશે.
ચૂંટાઈ ગયા બાદ ડેમોક્રેટ ઉમેદવાર જો બાયડન નું રીએક્શન સામે આવ્યું હતું જેમાં તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે, અમેરિકા, મને સન્માન છે કે તમે મને આપણા મહાન દેશનું નેતૃત્વ કરવા માટે પસંદ કર્યું છે.આપણું આગળનું કાર્ય સખત હશે, પરંતુ હું તમને આ વચન આપું છું: હું બધા અમેરિકનો માટે રાષ્ટ્રપતિ બનીશ – પછી ભલે તમે મને મત આપ્યો કે નહીં.તમે જે વિશ્વાસ મૂક્યો છે તેનું હું ધ્યાન રાખીશ. જોકે બીજી તરફ હજુ પણ પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ આ પરિણામને માનવા માટે તૈયાર દેખાઈ રહ્યા નથી, તેમણે કહ્યું હતું કે અમેરિકી મીડિયા બાયડનની સાથે છે અને આ પહેલા તેમણે ટ્વીટ કર્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે હું આ ઈલેકશન જીતી ગયો છું અને તે પણ ઘણા બધા મત સાથે” જો કે આ મામલે તેમને ઘણા ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. બાઈડને કહ્યું કે રાષ્ટ્રપતિ તરીકે હું આ દેશને વહેંચવાની જગ્યાએ એકજૂથ કરીશ. 20 જાન્યુઆરીએ શપથ લીધા બાદ બાઈડન અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ હશે.
બાઈડન 48 વર્ષ પહેલાં પહેલી વખત સેનેટર તરીકે ચૂંટાયા હતા. દેશના નામે સંબોધન કરતા તેઓએ કહ્યું કે, તમે લોકોએ સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. 7.4 લોકોએ રેકોર્ડ વોટ આપ્યા. અમેરિકાની આ નૈતિક જીત છે. માર્ટિન લ્યૂથર કિંગે પણ આ જ કહ્યું હતું. ધ્યાનથી સાંભળો. આજે અમેરિકા બોલી રહ્યું છે. હું રાષ્ટ્રપતિ તરીકે આ દેશને વહેંચવાની જગ્યાએ એકજૂથ કરીશ. પરિવાર અને પત્નીએ આ સંઘર્ષમાં સાથે આપ્યો તે બદલ આભાર.
