સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં આતંકી હુમલો થતા ભારે સનસનાટી મચી ગઇ છે.
આતંકવાદીઓએ હયાત હોટલમાં ઘૂસીને ફાયરિંગ કર્યું હતું, જેમાં 8 લોકોનાં મૃત્યુ થયાના અહેવાલો છે, સાથેજ 9 લોકોને ઇજા થઇ છે.
હયાત હોટલની બહાર પાર્ક કરેલી
2 કારમાં બ્લાસ્ટ થયો ત્યારબાદ આતંકવાદીઓ હોટલમાં ઘૂસી ગયા હતા અને લોકો પર આડેધડ ફાયરિંગ શરૂ કર્યું હતું.
ન્યૂઝ એજન્સી AFPના જણાવ્યા મુજબ, શુક્રવારે રાત્રે થયેલા હુમલા બાદ હજુપણ હોટલમાં સિક્યોરિટી ફોર્સ અને આતંકવાદીઓની વચ્ચે ઘર્ષણ ચાલુ છે. હુમલામાં મોગાદિશુના મુહિદીન મોહમ્મદ ઘાયલ થયા છે.
હાલ 8 લોકોનાં મૃત્યુની પુષ્ટિ થઈ છે. ઈસ્લામી આતંકવાદી ગ્રુપ અલ-શબાબે હુમલાની જવાબદારી લીધી છે
અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઈમાં પણ આ રીતે હોટલ તાજમાં આ રીતે અગાઉ હુમલો થઈ ચૂક્યો છે અને બીજો આવો હુમલો કરવાની ધમકી પણ મળી છે.