ન્યુયોર્કઃ દુનિયાભરમાં 7 કરોડથી વધારે લોકોને પોતાના શિકાર બનાવનાર જીવલેણ કોરોના વાયરસના ઉદભવ સંબંધિત શોધ માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની ટીમ જાન્યુઆરીમાં ચીનના વુહાન શહેરની મુલાકાતે જશે. 1 વર્ષ બાદ આ વૈશ્વિક મહામારીની તપાસ માટે WHOની ટીમ વુહાન જતા ઘણા પ્રશ્નો ઉઠ્યા છે. લોકોને શંકા છે કે આ મુલાકાતથી ભાગ્યે જ કોઇ સાર્થક પરિણામ નીકળશે. તો બીજી બાજુ ચીન સતત કોરોના વાયરસનો ઉદભવ વુહાન થયો હોવાની વાતને નકારી રહ્યુ છે.
16 લાખ લાકોના મોત બાદ પણ કોરોનાના ઉદ્ભવ અંગે રહસ્ય અકબંધ
WHOના પ્રવક્તા હેડિન હેલ્ડર્સને કહ્યુ ક્, આ વૈશ્વિક મિશન જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ચીન જવાની શક્યતાછે. અત્યાર સુધી આ જીવલેણ વાયરસથી દુનિયાભરમાં 16,57,062 લોકોના મોત થયા છે જ્યારે સંક્રમિતોની સંખ્યા 7,46,13,745 પહોંચી ગઇ છે. એક વર્ષ થવા છતાં આ જીવલેણ વાયરસ ક્યાંથી ફેલાયો તે અંગે હજી સુધી કોઇ નક્કર પુરાવા મળ્યા નથી.
ચીનના પસંદગીના જ નિષ્ણાંતો ટીમમાં થશે શામેલ
WHO પર આરોપ મૂકાયો છે કે તે ચીનની તરફેણ કરી રહ્યુ છે. એવુ કહેવાય છે કે, જે ટીમ વુહાનની મુલાકાતે તશે, તેની પસંદગી પણ ચીન કરી રહ્યુ છે. તેની માટે WHOના નિષ્ણાંતોની એક યાદી ચીનને સોંપવામાં આવી હતી, જેમાં એવા લોકોના નામ હતા તેઓ આ કેસની ટીમ કરશે. સંયુક્ત રાષ્ટ્રને આ સંગઠનને હવે ચીનની મંજૂરી મળી ચૂકી છે.
અહેવાલ મુજબ સોમવારની બેઠકમાં અમેરિકા, યુરોપિયન સંઘ, ઓસ્ટ્રેલિયાના પ્રતિનિધિઓ એ WHOને નિર્દેશ આપ્યો હતો કે ટીમને ચીન મોકલવામાં આવે અને મિશન અંગે વધુ માહિતી પુરી પાડવી. નિયમ મુજબ WHO સભ્ય દેશોની મંજૂરી વગર કોઇ પણ ટીમને તેમને ત્યાં મોકલી શકતુ નથી.