યુએઈએ ભારતમાં કોરોના વાયરસ સંક્રમણની ખરાબ હાલતને લઇ ભારતીય પર ટ્રાવેલ બેન મૂકી દીધો છે. આ નિર્ણયના કારણે ત્યાં જવાની તૈયારી કરી ચૂકેલા લોકો ખુબ પરેશાન થઈ રહ્યા છે. એવામાં લોકો બેન શરુ થયા પહેલા કોઈ પણ રીતે ત્યાં પહોંચવાની સંભાવનાની તપાસ કરી રહ્યા છે.
દુબઇની મીડિયા રિપોર્ટ મુજબ, રવિવારે દસ દેશો માટે ભારતથી યાત્રા પર પ્રતિબંધ રહેશે. આ બેન શનિવારે રાત્રે 11.59 મિનિટ પર એટલે 24 એપ્રિલના રોજ રાત્રે 12 વાગ્યે શરૂ થઇ 12 દિવસ રહેશે. દસ દિવસ પછી સ્થિતિની સમીક્ષા પછી આના પર નિર્ણય લેવામાં આવશે. યુએઈના નાગરિકો, રાજનયિક પાસપોર્ટ ધરાવતા અને સરકારી પ્રતિનિધિમંડળોને શરતો મુજબ છૂટ આપવામાં આવશે.
કોલકાતાથી દુબઇ જવા વાળા એક મુસાફરે પોતાની ઓળખ જાહેર ન કરવાની શરતે નિવેદન આપ્યું કે, તેમણે 24 એપ્રિલની ફ્લાઇટ નંબર 4016થી જવાની ટિકિટ હતી જેને રાત્રે બે વાગ્યે નીકળવાનું હતું પરંતુ ટ્રાવેલ બેનની જાણ થઇ અને જવા માટે પરેશાન રહ્યા કે શું તેમની ફ્લાઇટ પર પણ બેન છે.
તેમણે કહ્યું, ‘તે માત્ર એટલું જાણવા માંગે છે કે મધ્યરાત્રિએ પ્રિ-બુક કરેલ ટિકિટમાંથી તેના પર લગાવવામાં આવેલા પ્રતિબંધને કારણે તે બોર્ડિંગની મંજૂરી મળશે કે નહીં. જ્યારે મારા ઘણા ફોન કોલ્સનો જવાબ ન મળ્યો, ત્યારે મેં શુક્રવારે સવારે એક નવી ટિકિટ ફ્લાઇટ નંબર EK571 બુક કરાવી હતી, જે સવારે પોણા દસ વાગ્યે ઉપડે છે.
દુબઈ સ્થિત બેંકરે કહ્યું કે તેની પાસે વધારાના પૈસા ખર્ચ કરીને નવી ફ્લાઇટ બુક કરવા સિવાય કોઈ વિકલ્પ નથી, કેમ કે તે 10 દિવસ ભારતમાં અટવા માંગતી નથી. જ્યારે દુબઈના વહીવટી તંત્ર દ્વારા મુસાફરી પર પ્રતિબંધની જાહેરાતથી લોકોને કેવી અસર પડે છે તેવું પૂછવામાં આવતા, દુબઇમાં કામ કરતા નઝીર ખાને કહ્યું કે 24 એપ્રિલથી 10 દિવસ માટે ફ્લાઇટ્સ બંધ છે.
તેમણે કહ્યું કે, જેમની પાસે વિઝા છે તેમને કોઈ તકલીફ નહીં પડે, બાકીના લોકો શુક્રવારે કોઈ પણ સંજોગોમાં ભારત છોડવા દોડી રહ્યા છે અથવા તેમને કોઈ અન્ય વિકલ્પ પૂરો પાડવામાં આવશે. આ પરિસ્થિતિઓમાં લોકો વધુ પૈસા ખર્ચવામાં મજબુર બની રહ્યાં છે.
યુએઈએ ગુરુવારે ભારતમાં એક દિવસમાં વિશ્વમાં સૌથી વધુ કોરોના સંક્રમણના 3,14,835 કેસ નોંધાયા પછી ભારતમાં મુસાફરો પર મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો હતો.
ત્યાં જ કેનેડાએ કોરોનાના વધતા જતા કેસોને કારણે ભારત અને પાકિસ્તાનના પર ત્રણ દિવસનો ટ્રાવેલ બેન મૂક્યો છે. કોરોનાને કારણે યુકેએ પણ ગયા અઠવાડિયે ભારતને ટ્રાવેલ રેડ લિસ્ટમાં મૂકી લીધું છે. જે બાદ બ્રિટનમાં ભારતીયોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. યુકે સરકારના નવા આદેશ સુધી ભારતીય પ્રવાસીઓની એન્ટ્રી ત્યાં રહેશે નહીં.