કોરોના વાયરસ અંગે વધુ એક ચિંતાજનક અહેવાલ આવ્યા છે. વિયેતનામમાં કોરોના વાયરસનો નવો વેરિયન્ટ મળી આવ્યો છે જે હવામાં રોકેટ ગતિએ ફેલાય છે. વિએતનામમાં તો હાઈબ્રિડ કોરોના વાયરસ મળ્યો છે જે હવા દ્વારા ઝડપથી ફેલાય છે તથા તે ભારતીય અને બ્રિટીશ વેરિયન્ટનું મિશ્રણ છે.
વિએતનામના હેલ્થ મિનિસ્ટર ગુયેન થાન્હે લોંગે જણાવ્યું કે દેશમાં ભારતીય અને યુકે સ્ટ્રેનનો નવો હાઈબ્રિડ વેરિયન્ટ મળ્યો છે. આ હાઈબ્રિડ વાયરસ હવામાંથી અત્યંત ઝડપી ગતિએ ફેલાવાની વિશેષતા ધરાવે છે. આ વાયરસ ખાંસી કે છીંક દ્વારા અત્યંત ઝડપી ગતિએ ફેલાય છે.દેશમાં હાલમાં કોરોનાના સાત સ્વરુપોની ભાળ મળી છે.
ચીનની વુહાન લેબમાંથી આવ્યો છે કોરોના કે પછી જાનવરોમાંથી આવ્યો છે? ચીન આ દુનિયાથી શું છુપાઈ રહ્યું છે? આ બધા જ સવાલો પરથી પડદો ઊંચો કરવા અને કોરોના વાયરસ કયાંથી આવ્યો છે તેની તપાસ માટે નક્કી કરેલ ગ્લોબલ સ્ટડીને ભારતે સમર્થન આપ્યું છે. ભારતે શુક્રવારે કોરોના વાયરસની આગળ થઈ રહેલી વધુ તપાસ માટે ભારતે સકારાત્મકતા બતાવી અને ચીન તથા બીજા દેશો પણ આ તપાસમાં યોગદાન આપે તેવી માંગણી કરી. એક બીજી વાત એ પણ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ બાયડને અમેરિકાની ગુપ્ત એજન્સીઓને માત્ર 90 દિવસમાં આ મુદ્દાની તમામ જાણકારીનો રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.
ભારતે કોરોનાની ઉત્પત્તિને લઈ WHOની આગેવાનીમાં એક પહેલો મહત્વપૂર્ણ પગલું લેતા કહ્યું છે કે આ વાયરસના મૂળ સુધી પહોંચવા માટે અને આગળના આંકડા ભેગા કરવા માટે આ તપાસ કરવી ઘણી જરૂરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ કહ્યું કે WHO દ્વારા થઈ રહેલ કોરોનાની ઉત્પત્તિની તપાસ મહત્વપૂર્ણ પગલું છે. તેમણે ચીનનું નામ લીધા વગર કહ્યું કે આ તાપસમાં દરેક દેશની સંમતિ હોવી જોઈએ.