દેશમાં ધીમે ધીમે લોકડાઉન ખુલી રહ્યુછે અને તેની સાથે સાથે નવા કર્મચારીઓની નિમણૂક પણ વધી રહી છે. જોબ પોર્ટલ સાઇકી માર્કેટ નેટવર્કની એક રિપોર્ટ મુજબ જૂનમાં નવા કર્મચારીઓની ભરતીની કામગીરીમાં સુધારો જોવા મળ્યો છે, જે નોન આઇટી સેક્ટરમાં સુધારાના સંકેત આપે છે. આ આંકલન જૂનમાં નવી નોકરીઓ માટેના ભરતી પર આધારિત છે. રિપોર્ટમાં જણાવ્યુછે કે અત્યાર સુદી આઇટી સેક્ટર નોકરીઓની દ્રષ્ટિએ ઝડપથી વધી રહ્યુ હતુ પરંતુ જૂનમાં અન્ય સેક્ટરોમાં પણ નવા કર્મચારીઓની ભરતીની કામગીરી સુધરી છે.
આ રિપોર્ટ સાઇકી માર્કેટ નેટવર્કના જોબ પોર્ટલ પર અપલોડ કરવામાં આવેલી નિમણૂક સંબંધીત આંકડાઓ પરઆધારિત છે. તે ઉપરાંત ડેટાથી જાણવા મળ્યુ કે મે મહિનાની તુલનામાં જૂનમાં બેન્કિંગ સેક્ટરમાં નિમણૂક 21 ટકા વધી છે. નવી ભરતીની રીતે આઇટી અને બીપીઓ જેવા મહત્વપૂર્ણ ઉદ્યોગોમાં 18-18 ટકાની વૃદ્ધિ જોવા મળી જ્યારે ફાર્મા સેક્ટરમાં આ વૃદ્ધિ 16.9 ટકા, હેલ્થકેર સેક્ટરમાં 20 ટકા, વીમા સેક્ટરમાં 12 ટકા, રિટેલ સેક્ટરમાં પાંચ ટકા, એજ્યુકેશન સેક્ટરમાં 12.1 ટકા અને એફએમસીજી સેક્ટરમાં 16 ટકા હતી. તે ઉપરાંત વેચાણ, હ્યુમન રિસોર્સ અને માર્કેટિંગ વગેરે સેક્ટરોમાં પણ નવી ભરતી વધી છે.
અલબત્ત ટેલિકોમ સેક્ટરમાં ચાલુ વર્, મે મહિનાની તુલનામાં જૂનમાં નવી ભરતી આઠ ટકા ઘટી છે. આ દરમિયાન મુંબઇ, પુના, દિલ્હી, ચેન્નઇ, હૈદરાબાદ, કલકત્તા જેવા ટિયર-1 શહેરોમાં મે મહિનાની તુલનાએ જૂનમાં નવા કર્મચારીઓની ભરતીમાં બે આંકડામાં વૃદ્ધિ જોવા મળી છે.