સોશિયલ નેટવર્કિગ એપ વ્હોટ્સએપના વિશ્વભરમાં 200 કરોડ એક્ટિવ યુઝર્સ છે. વ્હોચ્સઅપના બ્લોગ પોસ્ટ મુજબ, યુઝરની પ્રાઇવસી જ કંપનીની પ્રાથમિકતા છે. વ્હોટ્સએપમાં ‘એન્ડ ટુ એન્ડ ઈન્ક્રિપ્શન’થી યુઝરનો ડેટા સુરક્ષિત રહે છે.
ભારત સહિત અનેક દેશોમાં વ્હોટ્સએપ લોકપ્રિય એપ બની છે. ભારતમાં જ તેના 40 કરોડ એક્ટિવ યુઝર્સ છે. ફેસબુકની માલિકીની એપ વ્હોટ્સએપના વિશ્વભરમાં 150 કરોડ મંથલી યુઝર્સ છે. વિશ્વભરમાં 230 કરોડ યુઝર્સ ફેસબુકની માલિકીની એપ્સમાંથી કોઈ પણ એકનો દિવસમાં મિનિમમ એક વખત ઉપયોગ કરે છે. જોકે પ્લેસ્ટોર પર વ્હોટ્સએપને 500 કરોડથી વધારે ડાઉનડલોડ મળી ચૂક્યા છે.
વ્હોટ્સએપના બ્લોગ પોસ્ટ મુજબ, ઈન્ક્રિપ્શનથી યુઝરને હેકર્સ સામે રક્ષણ મળે છે. યુઝર્સના મેસેજિસ માત્ર તેમના ફોન સુધી જ સીમિત રહે છે અન્ય કોઈ પણ યુઝર્સ અથવા હેકર્સ તેને સાંભળી અથવા જોઈ શકતા નથી.