સ્વાસ્થ્ય મંત્રાલય અને એક સ્થાનિક અધિકારીના જણાવ્યા મુજબ સોહાગ પ્રાંતમાં ટ્રેન અથડાવાથી ત્રણ ગાડીઓ પાટા પરથી ઉતરી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપતા કહ્યું કે આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 32 લોકોના મોત થયા છે. અને 66 લોકો ઘાયલ થયા છે. દક્ષિણ મિસ્રમાં ભયંકર ટ્રેન અકસ્માત નોંધાયો છે. બે ખૂબ જ ઝડપી ટ્રેનો સામ સામે અથડાઈ છે. દક્ષિણ ઇજિપ્તમાં શુક્રવારે બે ટ્રેનો ટકરાઈ છે. જેમાં ત્રણ ડબાઓ પલટી જતાં 32 લોકોનાં મોત નીપજ્યાં અને 66 ઘાયલ થયા હોવાનું આરોગ્ય અધિકારીઓએ જણાવી રહ્યાં છે.ઇજિપ્તના આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, દક્ષિણના પ્રાંત સોહાગમાં બનેલા દુર્ઘટનાના સ્થળે ડઝનબંધ એમ્બ્યુલન્સ વાહનો દોડી રહ્યાં છે. સ્થાનિક મીડિયાએ ઘટનાસ્થળેથી વીડિયો પ્રદર્શિત કર્યા છે.
જેમાં મુસાફરો અંદરથી ફસાયેલા અને કાટમાળથી ઘેરાયેલા હોવાની ક્લિપો ફરતી થઈ છે કેટલાક પીડિતો બેભાન છે. દરવાજા તોડીને લોકોએ મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને અકસ્માત સ્થળની નજીક જમીન પર મૂકી દીધા હતા.ઘટનાસ્થળ પર રાહત અને બચાવ કાર્ય હાલમાં ચાલી રહ્યુ છે. તો વળી ટ્રેનના કાળમાળમાંથી ફસાયેલા યાત્રિઓને ડબ્બામાં બહાર કાઢવામાં આવી રહ્યા છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે મિસ્ત્રના સ્વાસ્થ્ય મંત્રી ઘટનાસ્થળ પર પહોંચી રહ્યા છે. કહેવાય છે કે, ઘાયલ થયેલા કેટલાય લોકોની હાલત અતિ ગંભીર છે. જેમની બચવાની આશા ખૂબ જ ઓછી છે.ઇજિપ્તની રેલ્વે સિસ્ટમમાં ખરાબ રીતે સંચાલિત ઉપકરણો અને નબળા સંચાલનનો ઇતિહાસ છે. સત્તાવાર આંકડા દર્શાવે છે કે 2017 માં દેશભરમાં 1,793 ટ્રેન દુર્ઘટનાઓ બની હતી. 2018માં એક પેસેન્જર ટ્રેન દક્ષિણના શહેર આસવાન નજીક પાટા પરથી ઉતરી ગઈ હતી, જેમાં ઓછામાં ઓછા છ લોકો ઘાયલ થયા હતા.