પાકિસ્તાનના સિંઘ અને પંજાબ પ્રાંતમાં જંગી વંટોળ, વાવાઝોડા અને ભારે વરસાદના કારણે ઓછામાં ઓછા ૩૯ લોકો માર્યા ગયા હતા અનમે સેંકડો ઘાયલ થયા હતા, એમ માધ્યમોએ આજે પોતના અહેવાલમાં જણાવ્યું હતું.
પશ્ચિમ તરફની વાવાઝોડા એ ભારે વરસાદે દેશના વિવિધ ભાગોમાં વિજળીના થાંભલા અને વૃક્ષો ઉખેડી નાંખ્યા હતા તેમજ મિલકતોને નુકસાન કર્યું હતું.દેશના પશ્ચિમી, મધ્ય અને ઉત્તરીય ભાગોમાં પડી રહેલા વરસાદે છેલ્લા કેટલાક દિવસોથી લોકોને હેરાન કરી નાંખ્યા છે.
કાદવ અને કિચડના ઢગલા ભેગા થયા હતા અને કાચા મકાનો પડી ગયા હતા તો કેટલીક જગ્યાએથી ભૂમિ સ્ખલનના સમાચાર આવતા લોકોએ જમીન માર્ગે મુસાફરી કરવાનો પોતાના કાર્યક્રમ રદ કર્યો હતો.
પંજાબ પ્રાંતમાં વાવાઝોડાના કારણે અનેક મકાનો પડી ગયા હતા જેમાં ઓછામાં ઓછા નવ લોકો માર્યા ગયા હતા.ખાનેવાલ જિલ્લામાં ચાર, હાસિલપુરમાં ત્રણ અને ભાવલપુર વગેરે જગ્યાએ પણ ભારે વરસાદના કારણે મકાનો પડી જવાના સમાચાર મળ્યા હતા. લોધરાન જિલ્લાના દુનિયાપુરમાં મહિલા સહિત બેના મોત થયા હતા.
બલુચીસ્તાન પ્રાંતમાં અતિ ભારે વરસાદ અને વિજળી પડવાના કારણે ઓછામાં ઓછા નવ લોકોના મોત પછી સત્તાવાળાઓએ સોમવારે કટોકટી લાદી દીધી હતી.ક્વેટા, ગ્વાદર,ચાગલ,ડુકી અને જાફરાબાદ પ્રાંતમાં પણ વરસાદે તબાહી મચાવી હતી.
ખોલુ અને તેની આજુબાજુના નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા.શહેરના તમામ નાળા અને ગટરો ઊભરાયા હતા. કરાચીમાં અલગ અલગ ઘટનાઓમાં બે યુવતીઓ સહિત ચાર જણા માર્યા ગયા હતા અને એક માછીમાર પરિવાર ગુમ થયો હતો.