કોરોના વાયરસ મહામારીની બીજી લહેરે દેશભરમાં હાહાકાર મચાવી દીધો છે. દેશભરમાં ઓક્સિજનની ઉભી થયેલ અછતને લીધે કોહરામ મચાવી દેતા હવે વાયુસેનાએ મોરચો સંભાળી લીધો છે. ભારતીય વાયુસેનાના માલવાહક વિમાન સી-17 વિમાન હિંડન એર બેઝથી પુણે એરબેઝ જવા ઉડ્યા અને ત્યાંથી 2 ખાલી કન્ટેનર તર્ક લોડ કરીને ગુજરાતના જામનગર એર બેઝ પહોંચ્યા.હિંડન એરબેઝથી આજે એટલે કે 24 એપ્રિલના રોજ સવારે ઉડનાર સી-17 જેટ સવારે 10 વાગે પુણે પહોંચ્યા. પુણેમાં સી-117 જેટ પર ઓક્સિજનના 2 ખાલી ટેન્કર લોડ કરવામાં આવ્યા. ત્યારબાદ, આ જેટ બપોરે 1.30 કલાકે ગુજરાતના જામનગર પહોંચ્યા. એક તરફ સેનાએ દેશમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ઓક્સિજન પહોંચાડવાનું કામ કરવાનો મોરચો સંભાળી લીધો છે તો બીજી તરફ વિદેશોમાંથી પણ ઓક્સિજન ટેન્કર લાવવાનું કામ ઝડપથી ચાલી રહયું છે.ભારતીય વાયુસેનાએ વિદેશથી ઓક્સિજન ટેન્કર લાવવાનું ઓપરેશન શરૂ કરી દીધું છે. વાયુસેના સિંગાપુરથી ચાર ઓક્સિજન ટેન્કર એરલિફ્ટ કરી લાવશે. જાણકારી મુજબ, હિંડન એર બેઝ પરથી રાત્રે 2 વાગે વાયુસેનાના સી-17 વિમાને સિંગાપુર જવા રવાના થયા છે. આ વિમાન સવારે 7.45 કલાકે સિંગાપુર પહોંચી ગયા છે. વાયુસેનાના જણાવ્યા અનુસાર ક્રાયોજેનિક ઓક્સિજન ટેન્કરના 4 કન્ટેનર લઈને આ વિમાન ભારત આવી રહ્યું છે.
