કોરોના વાયરસ સંકટને જોતા સંયુક્ત રાષ્ટ્રના ચીફ એન્ટોનિયો ગુટેરસે એક ચેતવણી આપી હતી . જેમાં તેમણે કહ્યું હતું કે, પૂરી દુનિયામાં GDPના ઘટાડાને ચાલતા આ વર્ષે લગભગ 4.9 કરોડ લોકો એકદમ ગરીબ બની શકે છે. એટલું જ નહીં લાખો બાળકોનો વિકાસ પણ રૂંધાઈ શકે છે. તેમણે તમામ દેશના વૈશ્વિક ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તત્કાલ પગલા ભરવાનું કહ્યું છે. મહાસચિવ ગુટેરસે ચેતવણી આપી છે કે, જો તત્કાલ પગલા ભરવામાં નહીં આવે તો, સ્પષ્ટ છે કે, મોટી ખાદ્ય આપાતની સ્થિતિનું જોખમ વધી રહ્યું છે. તેનાથી લાંબા સમય સુધી કરોડો બાળકો અને યુવાનો પર તેની અસર પડી શકે છે.
ગુટરેસે મંગળવારે ખાદ્ય સુરક્ષા નીતિ લોન્ચ કરતા કહ્યું હતું કે, દુનિયાની 7.8 અબજ આબાદીને ભોજન કરાવવા માટે પર્યાપ્તથી વધારે ભોજન છે. પરંતુ હાલના સમયમાં 82 કરોડથી વધારે લોકો ભૂખમરાનો શિકાર છે. અને પાંચ વર્ષમાં ઓછી ઉંમરના 14.4 કરોડ બાળકોનો વિકાસ પણ નથી થઈ રહ્યો. આપણી ખાદ્ય સિસ્ટમ ફેલ થઈ રહી છે, અને કોરોના વાયરસના કારણે પરિસ્થિતિ વધઆએ ખરાબ થઈ ગઈ છે.
ગુટરેસે કહ્યું હતું કે, આ વર્ષે કોરોના વાયરસના સંકટ વચ્ચે લગબગ 4.9 કરોડ લોકો એકદમ ગરીબીનો શિકાર બની જશે. ગ્લોબલ GDPમાં દર એક ટકાના ઘટાડાનો મતલબ એ છે કે, 7 લાખથી વધારે બાળકોની ગ્રોથ રોકાઈ જશે. તેમણે કહ્યું કે, જે ખાદ્યની કોઈ અછત નથી, ત્યાં પણ કોરોના વાયરસના કારણે તેની આપૂર્તિમાં ઘટાડો નોંધાયો છે.
ગુટરેસે તાત્કાલિક કાર્યવાહી કરવાની વાત કરી છે. જેથી આ મહામારીથી સૌથી વધારે ગ્લોબલ પરિણામોને નિયંત્રિત કરી શકાય. ગુટરેસે કહ્યું કે, રાષ્ટોએ જીવન અને આજીવિકા બચાવવા માટેનું કામ કરવું જોઈએ. તેમણે કહ્યું કે, દેશને એવી જગ્યાઓ પર વધારે કામ કરવાની જરૂરત છે જ્યાં જોખમ સૌથી વધારે છે.