ફિલિપીન્સમાં ત્રાટકેલા ચક્રવાતી તોફાન ઉસ્માનને પગલે ભારે વરસાદ અને ભૂસ્ખલન થવાના કારણે મોટાપાયા પર ખાનાખરાબી સર્જીઈ છે અને તોફાનના કારણે માર્યા ગયેલા લોકોનો આંકડો 68 પર પહોંચી ગયો છે. મૃતકોની વધવાની ધારણા છે. ‘નેશનલ ડિઝસ્ટર રિઝક રીડક્શન એન્ડ મૅનેજમેન્ટ કાઉન્સિલ’ અનુસાર, મનીલાનું બિકોલ ક્ષેત્રે તોફાન ઉસ્માને શનિવારે ખતરાના ટકોરા માર્યા હતા અને ત્યાર બાદ તોફાને તબાહી મચાવી હતી. વિનાશકારી તોફાનમાં બિકોલમાં 57 લોકો માર્યા ગયા છે જ્યારે પૂર્વ વિસાયામાં 11 લોકો માર્યા ગયા છે.
નાગરિક સંરક્ષણ અધિકારીઓએ આ વિશે માહિતી આપતા કહ્યું કે મૃતકોની સંખ્યા વધવાની શકયતા છે. ચક્રવાતમાં મનીલાના દક્ષિણ-પૂર્વના પર્વતીય વિસ્તાર બિકોલમાં સૌથી વધુ જાનહાનિ થઈ છે. પહાડો તૂટવાના કારણે ભૂસ્ખલનની ઘટનાઓ બની હતી અને તેમાં લોકો કચડાઈને માર્યા ગયા હતા.
બિકોલનાં નાગરિક સંરક્ષણ વિભાગના ડિરેક્ટર ક્લાઉડિયો યુકોટે કહ્યું કે “મને ભય છે કે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધી શકે છે, કારણ કે હમણાં ઘણા વિસ્તારોમાંથી પથ્થરો ખસેડવામાં આવી રહ્યા છે. પથ્થરોની નીચે લોકો દબાયા હોવાની આશંકા છે. નાખવામાં આવે છે. તોફાનનાં કારણે 17 લોકો ગુમ થયા છે.
જ્યારે બીબીસીના અહેવાલ અનુસાર, બંને ક્ષેત્રોમાં હજુ પણ 19 લોકો ગુમ થયા છે અને મૃતકોની સંખ્યામાં વધારો થવાની ભીંતી છે. ઉષ્ણકટિબંધીય તોફાને આ વિસ્તારનાં મૂળભૂત માળખાને તોડી નાંખ્યો છે. સમગ્ર દેશમાં 40 હજારથી વધુ લોકો વિસ્થાપિત થયા છે.