ઓમાનથી રજા મનાવીને પાછા ફરી રહેલાં યાત્રીઓથી ભરેલી બસ શેખ મોહમ્મદ બિન ઝાયેદ રોડ ઉપર દુર્ઘટનાગ્રસ્ત થઈ છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 17 લોકોનાં મોત થયા છે, જેમાં 8 ભારતીય નાગરિકો પણ હતા.

જ્યારે પાંચ લોકો ગંભીર રીતથી ઘાયલ થયા છે. દુબઈ પોલીસે ઘટનાની પુષ્ટિ કરતાં કહ્યુ હતુકે, 31 લોકોને લઈને જતી બસ તે સમયે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી. જ્યારે મેટ્રો સ્ટેશનની પાસે ગાઈડિંગ બોર્ડ સાથે અથડાઈ ગઈ હતી.
ઘાયલોને રાશિદ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. દુર્ઘટનામાં માર્યા ગયેલાં 17 લોકો અલગ-અલગ દેશોનાં છે. દુબઈ સ્થિત ભારતીય વેપાર દુતાવાસે કહ્યુ છેકે, અમને જણાવતા દુખ થાય છેકે, સ્થાનિક અધિકારીઓનાં જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 8 ભારતીયો બસ દુર્ઘટનામાં માર્યા ગયા છે.
દુતાવાસ મૃતકોના પરિવારના સંપર્કમાં છે. ચાર ભારતીયોને પ્રાથમિક ચિકિત્સા બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે. અને ત્રણનો ઈલાજ ચાલુ છે. દુબઈ પોલીસે જણાવ્યુ હતુકે, બસ અને કાર ચાલકની બેદરકારીને પગલે આ દુર્ઘટના સર્જાઈ છે.