નેપાળના સિંધુપાલચોકમાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે. રિપોર્ટ્સ મુજબ, 40થી ભરેલી બસ રવિવારે સાંજે 8.30 વાગ્યે 500 મીટર ઊંડી ખીણમાં ખાબકી ગઇ હતી. પોલીસ અને વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઇ છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે.
પ્રાપ્ત માહિતી મુજબ, માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે અને 19 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલાને અન્ય હોસ્પિટલમાં ખેસડવામાં આવી રહ્યા છે.