અમેરિકા હાલમાં કોરોના વાઇરસને હરાવવામાં વ્યસ્ત છે, પરંતુ આ દરમિયાન એક મોટો પડકાર તેની સામે આવી ગયો છે. સોમવારે હંતા વાઇરસનો પહેલો કેસ અમેરિકાના મિશિગનમાં નોંધાયો હતો. અહીં એક મહિલામાં હંતા વાઇરસના લક્ષણો જોવા મળ્યા છે, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ વાઇરસનો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયું છે.સ્થાનિક હેલ્થ ડિપાર્ટમેન્ટ મુજબ મહિલાને હોસ્પિટલમાં ગંભીર સ્થિતિમાં દાખલ કરાઇ. મિનિગન રાજ્યના વાશટેનૉ કાઉન્ટીમાં આ કેસ સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે મહિલા એક ખાલી પડેલા ઘરની સફાઈ કરી રહી હતી, જે અંદાજે બે વર્ષથી બંધ હતો. આ દરમિયાન ત્યા કેટલાક ઉંદરડા સંપર્કમાં આવ્યા, ત્યારબાદ આ લક્ષણ તેનામાં દેખાયા.
જણાવી દઈએ કે હંતા વાઇરસ ઉંદરો દ્વારા ફેલાય છે, આ તેના સંપર્કમાં આવવા, ઉંદરડાના સલાઇવા (લાળ), પેશાબ અને ઉંદરોના મળ દ્વારા આ વાઇરસ ફેલાય છે અને તેની ઝપટમાં લઇ લે છે. સ્થાનિક મીડિયાના મુજબ અમેરિકામાં આ પ્રકારના કેસ નોંધાયાની પહેલી ઘટના નથી, 1993થી અમેરિકામાં હંતા વાઇરસ પર સંશોધન ચાલી રહ્યું છે. ઘણી વખત કેટલાક લોકો તેની ઝપટમાં પણ આવ્યા છે, પરંતુ હવે કોરોના સમયગાળા દરમિયાન અમેરિકામાં આ પહેલો કેસ છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ જ્યારે કોરોના વાઇરસ ચીનથી શરૂ થયો હતો, ત્યારે તેણે તેનો આતંક આખી દુનિયામાં બતાવ્યો હતો. ચીનમાં થોડા સમય પછી કોરોનાની અસર ઓછી થઈ, પરંતુ પાછળથી હંતા વાયરસ ફેલાવા લાગ્યો હતો. ચીનમાં આના કારણે એક વ્યક્તિનું પણ મોત નીપજ્યું હતું. જો કે અત્યાર સુધી થયેલા સંશોધનથી જાણવા મળ્યું છે કે હંતા વાઇરસ માનવથી માણસમાં ફેલાતો નથી. તે ફક્ત ઉંદર અથવા ખિસકોલીના સંપર્કમાં આવવાથી થાય છે. રિસર્ચ મુજબ હંતા વાઇરસને કારણે મૃત્યુ દર 40 ટકા સુધીનો છે, જે એક ભયાનક આંકડો છે. હંતા વાઇરસના લક્ષણો પણ કેટલાક અંશે કોરોના જેવા જ છે. જ્યારે કોઈ વ્યક્તિ બીમાર ઉંદર સાથે સંપર્કમાં આવે છે, ત્યારે તાવ, શરદી, શરીરમાં દુખાવો, માથાનો દુખાવો જેવા લક્ષણો વ્યક્તિમાં આવવા લાગે છે. આ સિવાય ઉલટી અથવા ઉબકા પણ તેના લક્ષણો છે. ગંભીર કિસ્સાઓમાં શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ શકે છે.