ઘાતક કોરોના મહામારીના આ સમયમાં જ્યારે ઘરની બહાર નીકળવાનું અને હોસ્પિટલોના ધક્કા ખાવાના એક મોટો પડકાર ગણવામાં આવે છે. અને સંક્રમણનો પણ ખતરો રહે છે. જ્યારે આ સંકટ વચ્ચે જો તમે આઈવીએફ દ્વારા પ્રેગન્સીની યોજના બનાવો છો તો પરિસ્થિત વધુ મુશ્કેલ થઈ જાય છે ત્યારે ઘણા લોકોએ કોરોના કાળમાં ઈન્ફર્લિટી અથવા આઈવીએફ સારવાર લેવાની યોજનાને થોડાક સમય માટે ટાળી દીધું છે અને તે સ્થિતિને સામાન્ય થવાની રાહ જોવામાં આવે છે.કોવિડનું સંકટ સમગ્ર માનવજાતિ માટે નવું છે. અને તેમાં માં અને તેના ગર્ભમાં ઉછરી રહેલા બાળક પર અસરને લઈને કોઈ પ્રાથમિક પુરાવો પણ હાલ ઉપલબ્ઘ નથી. આ વચ્ચે એક અમેરીકી રિસર્ચમાં જાણવામાં આવ્યું છે કે ઈન્ફર્ટિલિટીને સારવાર અથવા ફરીથી પ્રેગેન્સી દરમ્યાન કોવિડ વેક્સિન લેવી સુરક્ષિત છે. રસી લીધા પછી તમને વધારે રાહ જોવાની જરૂર નથી અને ક્યારેય પણ પ્રેગનેન્સીની યોજના બનાવી શકો છો. જો તમે આ કોરોના સંકટના સમયગાળામાં ઇન્ફર્ટિલિટી અથવા આઈવીએફ સારવારને આગળ વધારવા માંગો છો, તો તમને કેટલાક સૂચનો છે, જેનુ પાલન કરવું સુરક્ષિત હશે. જે દર્દી બીપી, ડાયાબિટીઝ, લિવરની બિમારીઓ, કિડની અથવા ફેફસાની કોઈ બિમારીથી ઝઝૂમી રહ્યા છે તો તેઓ પોતાના ડોક્ટર સાથે પ્રેગ્નન્સીના મામલે જરૂરી માર્ગદર્શન, સલાહ લે અને પછી આગળના પગલાં લે, બીજી તરફ એ પણ જરૂરી છે કે જો તમે આઈવીએફ દરમ્યાન સારવાર લેવા જઈ રહ્યા છો તો તમે તેવા કેન્દ્ર વિશે માહિતી મેળવો કે જ્યાં સંક્રમણનો ખતરો ઓછોમાં ઓછો હોય, ત્યાં એક સાથે વધારે દર્દીઓ હાજર ના હોય. તે પણ જરૂરી છે કે તે હોસ્પિટલ કે તે સ્થળને સંપૂર્ણ રીતે સેનેટાઈઝકરવામાં આવતું હોય તો અને એકદમ સ્વચ્છ અને ચોખ્ખું હોવું જરૂરી છે.
