એવું કહેવાય છે કે પ્રેમ ઉંમર જોઈને થતો નથી. જ્યારે કોઈ ગમવા લાગે છે ત્યારે ફક્ત તે જ વ્યક્તિના વિચારો આવે છે. આવું જ કઈંક આ કિસ્સામાં જોવા મળી રહ્યું છે, જેને વાંચ્યા પછી તમે કહેશો કે પ્રેમમાં ઉંમર માત્ર એક નંબર છે બીજું કઈ નથી.આ બંને વચ્ચે નીકટતા છ વર્ષ પહેલા 2015માં આવી, જ્યારે 18 વર્ષની ઉંમરમાં છોકરાને 71 વર્ષની વૃદ્ધ મહિલા સાથે પ્રેમ થયો.18 વર્ષનો ગેરી હાર્ડવિક (Gary Hardwick)તેની કાકી લિઝાના અંતિમ સંસ્કારમાં પહોંચ્યો હતો, ત્યારે તેણે પોતાની ફ્યુચર વાઈફ અલ્મેડાને જોઈ અને તેને પ્રેમ થઈ ગયો. તે સમયે અલ્મેડાની ઉંમર 71 વર્ષ હતી અને તે તેના પુત્ર રોબર્ટને ગુમાવી ચૂકી હતી. બંનેની પહેલી મુલાકાત ચર્ચમાં થઈ હતી. પહેલી જ મુલાકાતમાં બંને એકબીજાના પ્રેમમાં પડ્યાં હતાં.’ધ સન’ ના રિપોર્ટ પ્રમાણે, 53 વર્ષનો ઉંમરનો તફાવત હોવા છતાં આ કપલ એકબીજાના પ્રેમમાં પાગલ છે. બે સપ્તાહ બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો અને લગ્નના બંધનમાં બંધાઈ ગયા. લગ્ન બાદ પતિની સાથે અલ્મેડા પોતાના પૌત્ર સાથે તેના જ ઘરમાં શિફ્ટ થઈ ગઈ. તેનો પૌત્ર પણ પતિ કરતા ત્રણ વર્ષ મોટો છે.72 વર્ષની અલ્મેડાનું કહેવું છે કે, તેના માટે ઉંમર માત્ર નંબર છે. તેને મોડેથી પણ આ ઉંમરમાં તેણે સાચો પ્રેમ મળ્યો. તેને તેના પતિ ગેરી હાર્ડવિક વિશે કહ્યું કે, તે યંગ મહિલાઓની તરફ આકર્ષિત નથી થતો. તેના માટે અલ્મેડા જ બધું છે.
