અત્યારે ઊનાળો ચાલે છે એટલે ગ્રામ્ય વિસ્તારોમાં તો ગરમીથી રાહત મેળવવા લોકો નદીમાં ન્હાવા પડતાં હોય છે. ઢોર-ઢાંખરને પણ રાહત માટે નદીમાં ઉતારતા હોય છે. કેમ કે ઠંડા પાણીમાં ઉતરતાં જ ગરમી દૂર થાય. પણ નદી જ ધગધગતા ગરમ પાણીની હોય તો રૃઝોને આ નદીનું અસ્તિત્વ શોધતા પાંચ વર્ષ થયા હતા. 2011માં તેણે પ્રયાસ શરૃ કર્યા હતા, 2016માં સફળતા મળી હતી. આ નદી માયાન્તુયાચુ તરીકે ઓળખાય છે. જંગલમાં રહેતા આશનિન્કા આદિવાસીઓ તો વર્ષોથી આ નદીને નમન કરતા આવે છે. આ આદિવાસીઓ પોતાને નદીના સંતાન માને છે. નદીનું પાણી તેઓ સારવાર માટે વાપરે છે. ગરમ પાણીથી ઘણા રોગો મટી શકે એ વિજ્ઞાન જાણીતું છે. આદિવાસીઓ વર્ષોથી તેનો ઉપયોગ કરતાં આવે છે. નદીના કાંઠે અનેક ઔષધીય વનસ્પતિઓ પણ છે. આ નદી તેમના માટે તો લોકમાતા જ છે. નદી સવા છ કિલોમીટર જેવડી છે.
નદીની વ્યાખ્યામાં તો એ માપ ઘણું નાનું કહેવાય, પણ ગરમ પાણીની નદી આવડી મોટી હોય તો તેને રામની અજબ રચના જ ગણવી પડે. પહોળાઈ ૭૦થી ૮૦ ફીટ અને ઊંડાઈ ૨૦-૨૨ ફીટની હતી. એ હિસાબે નદીમાં સવા નવ લાખ ઘન મિટર કરતાં વધારે ગરમ પાણી હતું, જેનાથી હજારો સ્વીમિંગ પુલ ભરી શકાય. આ નદી અનેક રીતે રહસ્યમ છે. એક તો એ હજારો વર્ષો સુધી અજાણી રહી. મળી આવી તો પણ પાણી ગરમ કેમ છે, તેનું રહસ્ય જાણી શકાતું નથી. એક ભેખડ પાસેની તિરાડમાંથી મોટે ભાગે પાણી નીકળતું હતું. આવા ગરમ પાણીના જરા જગતમાં ઘણી જગ્યાએ હતા (આપણે ત્યાં તુલસીશ્યામમાં પણ છે). પણ એ બધા બહુ નાના હતા. અહીં આખી વિશાળ નદી હતી. વિશ્વમાં બીજે ત્યાં ક્યાંય આવા ગરમ પાણીના પ્રવાહો હતા, એ બધા જ્વાળામુખીની નજીક હતા. જ્વાળામુખીના હજારો ડિગ્રી તાપમાને સળગતા લાવાને કારણે એ પાણી ગરમ હોય એમાં કોઈ નવાઈ નથી. પણ અહીંથી તો જ્વાળામુખી છેક ૭૦૦ કિલોમીટર દૂર હતો. એટલે જ્વાળામુખીની અસરથી પાણી ગરમ થતું હોય એવી શક્યતા પર ચોકડી લાગતી હતી. તો પાણી કેમ ગરમ થાય છે
વિજ્ઞાનીઓ હવે તેનો પદ્ધતિસરનો જવાબ શોધશે. પણ એ દરમિયાન અનુમાન લગાવાયુ છે કે ભૂગર્ભની ઉષ્મા જ આ પાણીને ગરમ રાખતી હોવી જોઈએ. પૃથ્વીના પેટાળમાં અત્યંત વરાળો ફેંફાડા મારે છે એ જાણીતી વાત છે. જ્યાં જ્યાં ધરતી પર ફાંટ હોય ત્યાંથી એ વરાળ બહાર નીકળે. અહીં પણ એવી તિરાડી છે જ. તેમાંથી વરાળ નીકળ્યા રાખે છે. એ વરાળના સંપર્કમાં આવતું પાણી ગરમ થયા વગર રહે નહીં. અને એ પછી વર્ષ ગરમ પાણીની નદી. અલબત્ત. તો પણ સંશોધકોને બે સવાલ થઈ રહ્યા છે. વરાળ આટલા મોટા જથ્થામાં પાણીને ગરમ કરે? ગરમ કરે તો પણ આટલા બધા ઊંચા તાપમાને ગરમ કરે” વૈજ્ઞાનિક રીતે આ ગરમી અશક્ય નથી. એટલે હવે તેના કાર્ય કારણનો સંબંધ જ શોધવાનો રહે છે. ખાંખાખોળા દરમિયાન એન્ડીસને એ પણ ખબર પડી કે આ પાણી વરસાદ દ્વારા વરસેલું જ પાણી છે. એટલે ભૂગર્ભમાંથી આવતું કે બીજા કોઈ રહસ્યમય ગૂફામાંથી નીકળતું પાણી નથી.
નિયમિત રીતે દુનિયાભરની નદીઓમાં વરસાદનું પાણી વરસતું હોય એવુ જ પાણી આ નદીમાં આવે છે અને પછી નદીની તાસીર પ્રમાણે ગરમી પકડે છે. જગતની આ એકમાત્ર આવું વસુંધરાનું વૈવિધ્ય ધરાવતી નદી છે. આ નદી આસપાસ અનેક જાતના જીવ-જંતુ રહે છે. પણ એ બધા સજીવોનાં શરીર ગરમીમાં રહેવા ટેવાયેલાં છે. એમ તો વરસાદ પડે ત્યારે પાણી થોડું શાંત થાય અને એ વખતે કોઈ ઈચ્છે તો ગરમ પાણીની નદીમાં પડીને સ્નાન પણ કરી શકે છે. આવી નદી ખરેખર આ ધરતી પર વહે છે. દક્ષિણ અમેરિકા ખંડના દેશ પેરુના ગાઢ જંગલોમાં 2016માં આવી નદી મળી આવી હતી. પેરુના વતની અને અમેરિકામાં અભ્યાસ કરતા યુવા સંશોધક એન્ડ્રીસ રૃઝોએ એ નદીની ભાળ મેળવી હતી. રૃઝો જ્યારે શરૃઆતમાં આવી નદી હોવાની વાત કરતો ત્યારે લોકો તેના પર હસતા હતા. એટલે પછી રૃઝોએ જંગલ ખુંદીને એ નદીની હયાતીના પુરાવા શોધી કાઢ્યા હતા.પેરુના આદિવાસીઓમાં આ નદી અંગે અનેક કથાઓ કહેવાય છે. એક કથા એવી છે કે નદી માણસખાઉ છે, કેમાં કે તેમાં પડેલો વ્યક્તિ બફાઈ મર્યો હતો. દેડકા કે જીવજંતુ પડે તો પણ બફાઈ જ જાય. કેમ કે નદીનું તાપમાન 49 સેન્ટીગ્રેડથી લઈને 92 સેન્ટીગ્રેડ સુધીનું નોંધાયુ હતુ. એ તાપમાનના પાણીમાં કોઈ પડે તો બફાઈ મરે એમાં કોઈ નવાઈ નથી.