ઇંગ્લેન્ડમાં એક વ્યક્તિને ટીવી કે કોઈ પણ OTT પ્લેટફોર્મ ગમતા નથી. 47 વર્ષીય જેક હેટકોટના ઘરે ટીવી નથી, ટીવી જગ્યાએ મનોરંજન માટે તેણે પોતાના વિશાળ ઘરને માછલીઘરમાં ફેરવી દીધું છે. જેકના ઘરે 400 માછલીઓ છે. લોકો સોફા પર બેસીને જેમ ટીવી જોતા જોય તેમ જેક સોફામાં બેસીને માછલીઓને જોયા રાખે છે. જેક 10 વર્ષનો હતો ત્યારે તે એક એક્વેરિયમમાં ગયો હતો, ત્યાં તેણે ગોલ્ડ ફિશ જોઈ હતી. એ દિવસથી લઈને અત્યાર સુધી તેને માછલીઓ ઘણી ગમે છે. તે આખો દિવસ માછલીઓને જોવામાં પસાર કરે છે. તે ટીવી જોવાને બદલે 400 માછલીઓ આમ-તેમ ફરતી હોય તે જોવાનું પસંદ કરે છે.પોતાના આ અનોખા શોખ વિશે જેકે કહ્યું, હું કલાકો સુધી માછલીઓને ફરતી જોઈ શકું છું. તેમને જોવાથી મને એકદમ રિલેક્સ ફીલ થાય છે. ઘરને માછલીઘરમાં ફેરવવા માટે જેકે 20 હજાર યુરો એટલે કે 18 લાખ રૂપિયા ખર્ચ્યા છે. આ માછલીઘર 7 ફૂટ ઊંડું છે અને તેની સાફ-સફાઈ પણ જેક જાતે કરે છે. 14X12 ફૂટની ટેંકમાં કુલ 18 હજાર લીટર પાણી છે.
