જે લોકો વધતા વજનથી પરેશાન છે, તેમના માટે આ ડિવાઇસ તમારા દાંતો પર તાળુ લગાવી દેશે. DentalSlim Diet Control નામની આ ડિવાઇસને ન્યૂઝીલેન્ડની ઓટાગો યુનિવર્સિટીએ તૈયાર કરી છે. ડિવાઇસને તમારા આગળના દાંતોમાં ફિક્સ કરવામાં આવે છે. તેને લગાવતા જ માનવી સોલીડ ફૂડ નથી ખાઇ શકતો અને વધુમાં વધુ લિક્વિડનું સેવન કરવા લાગે છે તથા વજન આપમેળે જ ઘટવા લાગે છે. ડિવાઇસને મેદસ્વીતાનો શિકાર બનેલા વ્યક્તિની પાછળની તરફ ઉપર અને નીચેના દાંતમાં લગાવવામાં આવે છે. આ એક મેગિનેટિક કોન્ટ્રેપ્શન છે, જેને બોલ્ટ દ્વારા દાંતોમાં ફિટ કરવામાં આવે છે. આ કારણે વ્યક્તિ પોતાનું માઢુ 2 મિલીમીટરથી વધુ ખોલી શકતો નથી. તેને બનાવનારે દાવો કર્યો છે કે આ ડિવાઇસ લગાવનારને બોલવા અને શ્વાસ લેવામાં તકલીફ નથી થતી.જ્યારે આ ડિવાઇસનું ટ્રાયલ કરવામાં આવ્યું, તો તે સફળ રહ્યુ. 2 અઠવાડિયામાં જ લોકોએ 6.36 કિલો સુધી વજન ઘટાડી લીધું. DentalSlim Diet Control બનાવનાર પ્રોફેસર પૉલ બ્રંટનનું કહેવુ છે કે ડેંટિસ્ટ આ ડિવાઇસ લગાવી શકે છે અને ઇમરજન્સીમાં તેને કાઢી અને ફરી લગાવી પણ શકાય છે. તેને મેદસ્વીતા માટે કરાવવામાં આવતી સર્જરીનો સસ્તો અને સારો વિકલ્પ જણાવવામાં આવી રહ્યો છે. દાવો કરવામાં આવ્યો છે કે તેની કોઇ આડઅસર નથી.
