રેસિયા ઝીલ (Lake Resia) ટાયરોલ (Tyrol) ની અલ્પાઇન ક્ષેત્રમાં આવેલું છે. તે સૌથી શ્રેષ્ઠ મશહુર આર્ટિફિશિયલ તળાવમાંનું એક છે. તેનું પાણી બર્ફિલું છે અને તેની વચ્ચે 14 શતાબ્દીના એક ચર્ચની મીનાર પણ આવેલી છે. ટાયરોલ (Tyrol) નામની જગ્યા ઓસ્ટ્રિયા અને સ્વિટ્ઝરલેન્ડની બોર્ડમાં છે. રિપોર્ટ મુજબ જ્યારે અનેક વર્ષો પછી તેની મરામત કરવાની શરૂઆત કરવામાં આવી તો તેનું પાણી અસ્થાયી સ્વરૂપે સુકાઈ ગયું. ત્યારે લોકોને પાણીની અંતર ડુબી ગયેલા ગામના ફોટા જોવા મળ્યા. લેક રેસિયાને જર્મનમાં રેસચેન્સી નામથી પણ ઓળખવામાં આવે છે. 1950 માં તળાવમાં સમાયા પહેલા અહીં ક્યુરોન નામનું ગામ હતું. જેમાં હજારો લોકો રહેતા હતા. એક હાઈડ્રોઇલેક્ટ્રિક પ્લાન્ટ બનાવવા માટે સરકારે 71 વર્ષ પહેલાં એક બાંધકામ કરાવ્યું હતું, જેના માટે બંને તળાવોને ભેગા કરીને એક તળાવ બનાવી દીધું હતું.1950 માં ગામના રહેવાસીઓની આપત્તિઓ છતાં પણ અધિકારીએ એક બંધ બનાવવા અને બાજુબાજુના બે તળાવને જોઈન્ટ કરવાનો નિર્ણય લીધો. આ સમયે જ તે ગામ પાણીના ઉંડાણમાં ગરકાવ થઈ ગયું. આ કારણે 160થી વધુ ઘર આ તળાવમનાં સમાઈ ગયા. કેટલાક લોકો આજુબાજુ ઘર બનાવીને રહેવા લાગ્યા હતા. પરંતુ ક્યુરોન ગામ સંપૂર્ણ રીતે ગાયબ થઈગયું.
