અમેરિકાના જ્યોર્જિયાના રહેવાસી જસ્ટીન કોબિલ્કા એક સ્નેક બ્રીડર છે. તેમણે અનોખા સ્માઇલી ફેસ ઇમોજીવાળા અજગરની બ્રીડિંગ કરાવી છે. 19 વર્ષથી સાપનો ઉછેર કરનારા જસ્ટીન કોબિલ્કાએ જણાવ્યું કે તે ચળકતા પીળા અને સફેદ રંગના કોમ્બિનેશના બોલ પાઇથનની બ્રીડિંગ કરવાની કોશિષ કરી રહ્યો હતો. પરંતુ તેણે ભૂલથી ત્રણ યેલો સ્માઇલી ફેસ ઇમોજીવાળા સાપની હૈચિંગ કરી. તેણે તેના ખાસ ઇમોજી બોલ પાયથન 6,000 ડોલર (4.37 લાખ રૂપિયા)માં વેચ્યો છે. જસ્ટીન કોબિલ્કાએ સાપો પર પ્રયોગ કરવામાં કોઈ અછત નથી રાખી. તેણે સ્નેક બ્રીડિંગમાં કલાકારી કરતા તેના પર ટાઇગર પ્રિન્ટ પણ કરાવ્યો.કોઈ સાપ પર પોલ્કા ડોટ્સ બનેલા છે, તો કોઇનું રંગ સોનેરી છે. જસ્ટીન કોબિલ્કાએ તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પણ અલગ-અલગ રંગોના સાપોની તસવીર શેર કરી છે.જસ્ટીને સાપની એક બ્રીડ પર પેસ્ટલ ટોન કરાવી છે, જે દેખાવમાં ખૂબજ ખૂબસૂરત છે.જસ્ટીને ખાસ હૈલોવીન માટે પમ્પકિન પ્રિનટવાળો ક્યૂટ સાપ પણ બ્રીડ કરી તૈયાર કર્યો હતો. આ સાપ એટલો ખૂબસુરત છે કે તેને જોઇ લોકોને સાપથી પણ પ્રેમ થઇ જાય.
