હમણાં સુધી એવું માનવામાં આવતું હતું કે આપણા સૌરમંડળ અને આપણી નજીકના તારા વચ્ચેનો આ વિસ્તાર ખાલી મેદાન જેવો છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ તેના વિશે કેટલીક આશ્ચર્યજનક માહિતી આપી છે. નાસાના બે અવકાશયાન આ વિસ્તારમાંથી પસાર થયા અને ફોટાઓ પૃથ્વી પર મોકલ્યા. માણસ દ્વારા સર્જાયેલી આ પહેલી વસ્તુ છે, જે સૌરમંડળની બહાર ગઈ છે. આ બંને અવકાશયાન અવકાશના અંધકારમાં પૃથ્વીથી અબજો માઇલ દૂરના ક્ષેત્રમાં ફરતા હોય છે. આ બંને અવકાશયાનનું નામ વોયેજર 1 અને વોયેજર 2 છે. હજી સુધી, આ બે અવકાશયાન સિવાય અન્ય કોઈ અવકાશયાન આટલે દૂર સુધી પહોંચ્યું નથી. વોયેજર 1 અને વોયેજર 2 દ્વારા મોકલેલી ફોટાઓ દ્વારા, નાસાના વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે સૂર્યમંડળની સરહદો પર એક અદ્રશ્ય ભૂપ્રદેશ છે, જ્યાં ખૂબ જ હલચલ થાય છે અને તે ખૂબ સક્રિય છે. ન્યુ ઝિલેન્ડની ક્રાઈસ્ટચર્ચ માં સ્થિત યુનિવર્સિટી ઓફ કેંટરબરીના ખગોળશાસ્ત્રી મિશેલ બૈનિસ્ટરએ કહ્યું કે જ્યારે તમે ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમના જુદા જુદા ભાગો પર નજર કરો છો, ત્યારે અંતરિક્ષનું ક્ષેત્ર જે તમે જુઓ છો તે કાળાશથી સંપૂર્ણપણે ભિન્ન છે જે આપણે નરી આંખે જોઈ શકીયે છીએ. તેમણે કહ્યું કે મેગ્નેટિક ફિલ્ડ્સમાં હલચલ છે, તેઓ એકબીજાને ખેંચે છે અને સાથે જોડાયેલા છે. આ રીતે, જે તસ્વીર તમારી સામે હોવી જોઈએ તે નાયગ્રા ધોધ હેઠળના પૂલ જેવી હોય છે. અંતરિક્ષમાં આ હિલચાલ સૌર પવનને કારણે થાય છે, જે દરેક દિશામાં સૂર્યમાંથી નીકળતા પ્લાઝ્માનો સતત અને શક્તિશાળી પ્રવાહ છે. જ્યારે આ સૌર પવન સ્ટાર સિસ્ટમની વચ્ચે વહેતા ગેસ, ધૂળ અને કોસ્મિક કિરણો સાથે ટકરાય છે, ત્યારે તેને ઇન્ટ્રસ્ટેલલર માધ્યમ કહેવામાં આવે છે. હવે વૈજ્ઞાનિકો એક તસ્વીર બનાવવામાં વ્યસ્ત છે, જે કહી શકે છે કે છેલ્લા સદીઓમાં ઇન્ટ્રસ્ટેલર માધ્યમની રચના કેવી થી આઈ છે. હમણાં સુધી એવું માનવામાં આવે છે કે તે હાઇડ્રોજન અણુઓ, ધૂળ અને કોસ્મિક કિરણોને કારણે રચાય છે.
