બ્રિટેનની ક્રિસ્ટી બ્રાઉન નામની યુવતીને અજીબોગરીબ તકલીફ છે. તે કોઈ પણ હૈંડસમ અને સ્માર્ટ છોકરાને જોતા જ ચક્કર ખાઈને પડી જાય છે. આવું એક ડિસોર્ડરના કારણે થાય છે. કારણ કે, તે કોઈ પણ સ્ટ્રોંગ ઈમોશનમાં પોતાના શરીર પર કાબૂ ગુમાવી દે છે અને ધડામ દઈને ઢળી પડે છે.બ્રિટેનના ચેશાયર શહેરની રહેવાસી ક્રિસ્ટી બ્રાઉનને દુર્લભ બિમારી છે. આ દુર્લભ બિમારી એક બ્રેન ડિસઓર્ડર છે. જેના કારણે તે પબ્લિક લાઈફમાં માથુ ઝૂકાવીને ચાલવુ પડે છે. હકીકતમાં તે જ્યારે પણ કોઈ હૈંડસમ યુવકને જોવે છે, તેના પગ ડગમગાવા લાગે છે અને તે ધડામ દઈને નીચે પડે છે.ક્રિસ્ટી બ્રાઉન 32 વર્ષની છે. તેને જો બ્રેન ડિસઓર્ડર છે. તેને કેટાપ્લેક્સી કહેવાય છે. આ ડિસઓર્ડરના કારણે તે ગુસ્સો, ખુશી, ડર જેવા સ્ટ્રોન્ગ ઈમોશન લઈને માંસપેશીઓમાં પૈરાલિસિસ જેવી સ્થિતી ઉત્પન્ન કરે છે. તેના કારણે ક્રિસ્ટી ડગમગવા લાગે છે અને મોટાભાગે જમીન પર ઢળી પડે છે.
એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ક્રિસ્ટી બ્રાઉનને પોતાની આ તકલીફના કારણે શરમ અનુભવાય છે. કારણ કે, તે મોટા ભાગે પડી જાય છે. ત્યારે આવા સમયે પોતાની જાતને બચાવવા માટે તે પોતાની નજર નીચે રાખીને ચાલે છે. ક્રિસ્ટી બ્રાઉનને પોતાની આ સમસ્યાને કારણે દિવસમાં કેટલીય વાર પૈરાલિસિસના ઝટકા સહન કરવા પડે છે. ત્યારે સામાન્ય જીંદગી જીવવા માટે તેને કેટલીય સમસ્યા આવે છે. જો કે, તેને આવનારા ઝટકા મોટા ભાગે 2 મીનિટ સુધી રહેતા હોય છે. ત્યાર બાદ ફરી તે સામાન્ય થઈ જાય છે. નારકોલેપ્સી જીન સાથે જન્મેલી ક્રિસ્ટી જણાવે છે કે, તે કોઈ દલીલ કરતી વખતે, હસવાના સમયે મોટા ભાગે આવુ સહન કરતી હોય છે. તેને 9 વર્ષની ઉંમરમાં ઈજા થઈ હતી. ત્યાર બાદ આ સમસ્યા વધી ગઈ.