ફ્લોરિડામાં એક વૃદ્ધ મહિલા એટીએમમાં ગઈ હતી. તેમને તેમના કાર્ડ દ્વારા 20 ડોલર (1400 રૂપિયા) કાઢવાના હતા. પરંતુ જ્યારે તેમણે જોયું કે તેના બેંક ખાતામાં કરોડો રૂપિયા પડેલા છે, ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગઈ. WFLA અનુસાર જુલિયા યોન્કોવસ્કી લોકલ બેંકમાં ગઈ હતી. ત્યાં ગયા પછી તેમને ખબર પડી કે કરોડો રૂપિયા તેના ખાતામાં ભૂલથી આવી ગયા છે.જુલિયા 20 ડોલર કાઢતા પહેલા બેલેન્સ ચેક કરવા માંગતી હતી. શનિવારે મળેલી બેંક પહોંચમાં તેમના અકાઉન્ટમાં 999,985,855.94 ડોલર હતા. ભારતીય કરન્સી મુજબ 74,39,19,47,780.94 રૂપિયા થાય છે. એટલે કે તેમના અકાઉન્ટમાં અબજો રૂપિયા હતા.
તેઓ જણાવે છે કે ઓ માય ગોડ, હું આ જોઇ ભયભીત થઈ ગઈ હતી. મને લાગે છે કે ઘણા લોકો એમ વિચારી રહ્યા હશે કે મને લોટરી લાગી ગઈ છે, પરંતુ તે ખૂબ જ ભયભીત કરનારો હતો. તેઓ આગળ જણાવે છે કે જ્યારે મે 20 ડોલર કાઢવા માટે કાર્ડ નાંખ્યુ તો મને મેસેજ આવ્યો કે અમે તમને 20 ડોલર તો આપી દઇશ પરંતુ તેના માટે ચાર્જ લાગશે. જુલિયાને જ્યારે ખબર પડી કે તેમના અકાઉન્ટમાં કરોડ-અબજો રૂપિયા પડ્યા છે, તેમ છતાંય તેમણે એ રકમને અડી પણ નહીં. તેઓ જણાવે છે કે હું આવી કહાણીથી વાકેફ છું, જેમા લોકોએ પહેલા તો રૂપિયા કાઢી લીધા પછી તેમને રૂપિયા ચુકવવા પડ્યા. હું તે રૂપિયાનું કઇ નહીં કરું, કારણ કે તે મારા રૂપિયા નથી.જોકે જુલિયાને એ વાતનો પણ ભય છે કે તેમના રૂપિયા તેમા જ ખર્ચ ના થઇ જાય. હાલ તેઓ ટેમ્પરરી અબજપતિ બની ચુક્યા છે. અત્યાર સુધી ખબર નથી પડી કે આમ કેવી રીતે થયુ, પરંતુ બેંક તપાસ કરી રહી છે.