દિલ્હીની પંજાબ નેશનલ બેંકમાં આસ્થા મોંગિયા જન્મથી પીડિત હતી અને તેનાં જડબાના હાડકા મોંની બંને તરફથી ખોપરીના હાડકા સાથે જોડાયેલા હતા. તેના કારણે તે પોતાનું મોં નહોતી ખોલી શકતી. એટલે સુધી કે તે પોતાની આંગળી દ્વારા પોતાની જીભને પણ સ્પર્શ નહોતી કરી શકતી અને ન કંઈ ખાઈ શકતી હતી. તે પ્રવાહી પદાર્થ પર જીવતી હતી. મોં ન ખોલવાને કારણે દાંતોમાં ઈન્ફેક્શન થઈ ગયું અને હવે થોડા દાંત બાકી છે. મહિલા એક આંખથી જોઈ પણ શકતી નથી. સૌથી મોટી સમસ્યા એ હતી કે એ મહિલાનો આખો લોહીથી ભરેલી નસોની ગાંઠોથી ભરેલો હતો. તેના કારણે કોઈપણ હોસ્પિટલ સર્જરી માટે તૈયાર નહોતી. પરિવારે મહિલાને ભારતા સિવાય યુકે અને દુબઈની મોટી હોસ્પિટલોમાં બતાવ્યું હતું, પરંતુ બધા લોકોએ સર્જરી માટે ના પાડી દીધી હતી. ઓપરેશનના 3 સપ્તાહ પહેલા દર્દીના ચહેરા પર એક ખાસ ઈન્જેક્શન (સ્કલેરોસેન્ટ) લગાવવામાં આવ્યું, જેનાથી લોહીથી ભરેલી નસો થોડીક સંકોચાઈ જાય છે. 20 માર્ચ 2021ના રોજ દર્દીને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી અને સૌથી પહેલા ધીમે ધીમે ગાંઠમી નસોને બચાવતા ડૉક્ટર મોંની જમણી બાજુએ પહોંચ્યા, જ્યાં જડબું ખોપરી સાથે જોડાયેલું હતું. ત્યારબાદ તેને કાપીને અલગ કરવામાં આવ્યું. આવી જ રીતે ડાબી બાજુમાં પણ જોડાયેલા જડબાને અલગ કરવામાં આવ્યું. અહીં નાની એવી ભૂલથી જો ટ્યુમરની નસ કપાઈ જાય તો દર્દીનું ઓપરેશન થિયેટરમાં જ મૃત્યુ થઈ શકતું હતું. સંપૂર્ણ રીતે સફળ ઓપરેશનમાં સાડા ત્રણ કલાકનો સમય લાગ્યો હતો. ઓપરેશન ટેબલ પર દર્દીનું મોં લગભગ અઢી સેન્ટિમીટર જેટલું ખુલ્યું હતું. 25 માર્ચ 2021ના રોજ જ્યારે આસ્થા મોંગિયાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી તો તેનું મોં 3 સેન્ટિમીટર ખુલ્યું હતું. જ્યારે એક સામાન્ય વ્યક્તિનું મોં લગભગ 4થી 6 સેન્ટિમીટર ખુલે છે.
