અમેરિકાના શિકાગો શહેરમાં અંધાધૂંધ ફાયરિંગ કરવાની ઘટના સામે આવી છે, જેમાં 13 લોકો ગોળી વાગવાથી ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી છે. આ ઘટનામાં ઈજાગ્રસ્તોમાંથી 4ની હાલત નાજૂક હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે પ્રાપ્ત મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, શિકાગો પોલીસે જણાવ્યું કે, એક હાઉસ પાર્ટી દરમિયાન ગોળીબાર થયો હતો. આ ઘટના 57મી સ્ટ્રીટમાં થઈ હતી. પડોશમાં રહેનારા વ્યક્તિ જણાવ્યું કે, તેણે 5 ગોળીઓ છૂટવાનો અવાજ સાંભળ્યો હતો. આ ગોળીબારની ઘટનામાં 4 લોકોની હાલત ગંભીર જાણવા મળી રહી છે. જો કે હજુ સુધી આ સંદર્ભે વધુ વિગતો સાંપડી નથી.