America: ટ્રમ્પ વહીવટીતંત્ર સામે ભારે વિરોધ: લાખો લોકો રસ્તે ઉતર્યા
America: અમેરિકામાં ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) એજન્સી દ્વારા કરવામાં આવેલા દરોડાઓ તથા લોસ એન્જલસમાં નેશનલ ગાર્ડ તૈનાત કરવાના નિર્ણય સામે વિરોધ પ્રદર્શનોએ તીવ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. દેશના અનેક શહેરોમાં શાંતિપૂર્ણ તેમજ ઉગ્ર રીતે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.
ટેક્સાસના રિપબ્લિકન ગવર્નર ગ્રેગ એબોટે કહ્યું છે કે રાજ્યને સુરક્ષિત રાખવા માટે નેશનલ ગાર્ડ તૈનાત કરવામાં આવશે. બીજી તરફ, વિરોધીઓએ આગામી દિવસોમાં વધુ મોટા પાયે રેલીઓ અને કાર્યક્રમોની જાહેરાત કરી છે. શનિવારે વોશિંગ્ટન ડીસીમાં ટ્રમ્પ વહીવટીતંત્રની લશ્કરી પરેડ દરમિયાન મોટા વિરોધ પ્રદર્શન થવાની સંભાવના છે.
સિએટલમાં બુધવારે સંજયે, સેંકડો લોકો ફેડરલ ઇમિગ્રેશન કોર્ટની બહાર એકઠા થયા હતા અને કેટલાક લોકોએ હિંસાત્મક વલણ દાખવ્યું, જેમાં ડમ્પસ્ટર ખેચીને આગ લગાડવામાં આવી.
ન્યુ યોર્ક સિટીમાં, મંગળવારે અને બુધવારે, ફોલી સ્ક્વેર ખાતે યોજાયેલા વિરોધ દરમિયાન 80 થી વધુ લોકોએ અટકાયત ભોગવી. “ICE કાર્યવાહી બંધ કરો” જેવા નારાઓ સાથે રેલીઓ ફેડરલ કોર્ટહાઉસ સુધી પહોંચી. પોલીસના જણાવ્યા મુજબ, આશરે 2,500 લોકો તેમાં સામેલ થયા હતા.
અહી વધતા વિરોધો હવે ન્યુ યોર્ક, સાન એન્ટોનિયો, ફિલાડેલ્ફિયા, સાન ફ્રાન્સિસ્કો, શિકાગો, ડેનવર અને સ્પોકેન જેવા શહેરોમાં પણ જોવા મળી રહ્યા છે. વિરોધકારીઓ સરકારની નીતિઓમાં તાત્કાલિક ફેરફારની માંગ કરી રહ્યા છે.