America’s big decision: હુથીઓ પર હુમલા રોકવાનો આદેશ, ટ્રમ્પના આદેશથી ઇઝરાયલને લાગ્યો ઝટકો
America’s big decision: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યમનના હૂતી બળવાખોરો પર હવાઈ હુમલા રોકવાનો આદેશ આપ્યો છે, જેનાથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે હુથી બળવાખોરોએ સંકેત આપ્યો છે કે તેઓ હવે યુદ્ધ ચાલુ રાખવા માંગતા નથી અને મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગો પર હુમલા બંધ કરવાનું વચન આપ્યું છે.
અમેરિકા હૂતીઓ પર હુમલો નહીં કરે
વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસમાં કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની સાથેની મુલાકાત દરમિયાન ટ્રમ્પે કહ્યું,
“અમે તાત્કાલિક અસરથી હુથી બળવાખોરો પર હુમલા બંધ કરવાના છીએ. તેમણે અમને કહ્યું છે કે તેઓ હવે લડવા માંગતા નથી. અમે આ સંકેતનો આદર કરીશું અને હુમલાઓ બંધ કરીશું.”
ઇઝરાયલને જાણ કર્યા વિના લેવાયો નિર્ણય
ટ્રમ્પના આ નિર્ણયથી મોટો વિવાદ સર્જાયો છે. એક અમેરિકન અધિકારીના જણાવ્યા અનુસાર, ટ્રમ્પની જાહેરાત પહેલા અમેરિકન વહીવટીતંત્રે હુથીઓ સાથે થયેલી વાતચીત વિશે ઇઝરાયલને જાણ કરી ન હતી. આનાથી ઇઝરાયલ અસ્વસ્થ બને છે, કારણ કે હુથીઓએ ઇઝરાયલ અને તેના અન્ય લક્ષ્યો પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું છે.
ઇઝરાયલી પ્રતિભાવ
આ અણધાર્યા નિર્ણય બાદ, ઇઝરાયલે તેના હવાઈ હુમલાઓ વધુ તીવ્ર બનાવી દીધા છે. તાજેતરમાં, ઇઝરાયલી સેનાએ યમનની રાજધાની સનામાં સ્થિત આંતરરાષ્ટ્રીય એરપોર્ટને સંપૂર્ણપણે નાશ કર્યો હતો. રવિવારે ઇઝરાયલના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હુથી વિદ્રોહીઓ દ્વારા કરવામાં આવેલા મિસાઇલ હુમલાના જવાબમાં આ હુમલો કરવામાં આવ્યો હતો.
અમેરિકી રાષ્ટ્રપતિનું આ પગલું અને ઇઝરાયલનો પ્રતિભાવ વૈશ્વિક રાજકારણમાં એક નવી દિશા દર્શાવે છે. એક તરફ અમેરિકાએ હુથીઓ સાથે વાતચીત શરૂ કરવાનો સંકેત આપ્યો છે, તો બીજી તરફ ઇઝરાયલને પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કડક પગલાં લેવાની જરૂર લાગે છે.