કોરોના વાયરસના સકંજામાં સમગ્ર દેશ આવી ગયો છે ત્યારે જે દક્ષિણ કોરિયાએ એક મોબાઈલ એપ લોન્ચ કરી છે, જે લોકોને કોરોના વાયરસ વિશે એલર્ટ કરે છે.
સાઉથ કોરિયાની સરકારે corona 100m નામની એક મોબાઈલ એપ લોન્ચ કરી છે, જો લોકોને 100 મીટર દૂરથી જ Corona Virus વિશે એલર્ટ કરવામાં સક્ષમ છે. આ એપને ગૂગલ પ્લે સ્ટોર પરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે. હવે પ્રશ્ન એ છે કે, આ એપ કામ કેવી રીતે કરે છે તો, જણાવી દઈએ કે, Corono 100m નામની આ એપ લોકેશનના હિસાબથી એલર્ટ જાહેર કરે છે. ઉદાહરણ તરીકે જો તમને કોઈ વિસ્તારમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દી મળે છે તો તે વિસ્તારમાં પહોંચતા પહેલા જ આ એપ તમને એલર્ટ કરે છે.
આ એપ કોરોના વાયરસને એલર્ટ આપવા માટે coronavirus.app જેવી ગ્લોબલ વેબસાઈટના આંકડાઓનો વપરાશ કરે છે. ગૂગલ પ્લે-સ્ટોર પરથી આ એપને દર કલાકે 20 હજાર લોકો ડાઉનલોડ કરી રહ્યા છે અને અત્યાર સુધીમાં આ એપને 10 લાખ લોકોએ ડાઉનલોડ કરી લીધી છે. જો કે, કોરોના વાયરસનું એલર્ટ આપનાર સાઉથ કોરિયા વિશ્વનો પ્રથમ દેશ નથી. આ પહેલા ચીન અને જાપાને પણ આ પ્રકારની એપ લોન્ચ કરી છે.