ઈરાકમાં મોસુલ શહેર પાસે ટિગરિસ નદીમાં નવું વર્એષ મનાવવા જતી 149 મુસાફરો ભરેલી નૌકા ડૂબી જતાં ઓછામાં ઓછા 94 મુસાફરોના મૃત્યુ થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આ હોડીમાં તેની ક્ષમતા કરતા વધારે લોકો ભરેલા હતા. હોડીમાં 19 બાળકો પણ હતા જે તમામ મોત થયા હતા.રે લોકો મુસાફરી કરી રહ્યા હતા. હોડીમાં સવાર લોકોમાં સૌથી વધારે સંખ્યા મહિલાઓની હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર હોડીમાં સવાર 55 લોકોને બચાવી લેવાયા હતા. મૃતકોમાં 19 બાળકો અને 61 મહિલાઓનો સમાવેશ થતો હતો. ઉત્તર નાઈનવેહમાં નાગરિક સુરક્ષાના પ્રમુખ કર્નલ હુસામ ખલીલે જણાવ્યું હતું કે, આ ઘટના ગુરુવારે બની હતી જ્યારે મુસાફરો નવરોઝ કુર્દ નવુ વર્ષ મનાવવા માટે જઈ રહ્યા હતા.
ખલીલે જણાવ્યું હતું કે ટેક્નિકલ સમસ્યાઓને કારણે હોડી પલટાઈ ગઈ હતી. આ દુર્ઘટનાને આ વર્ષની સૌથી ગંભીર અને મોટી દુર્ઘટનામાં માનવામાં આવી રહી છે. હોડી ડૂબ્યા બાદ ઘણી મહિલાઓ અને બાળકો પાણીમાં હવાતિયા મારીને બહાર આવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા પરંતુ નદીમાં પાણીના પ્રવાહ સામે તેઓ લાચાર બની ગયા હતા.