Bebinca:ચીનના શાંઘાઈમાં ચક્રવાતી તોફાન ‘બેબિન્કા’એ તબાહી મચાવી દીધી છે.
Bebinca:75 વર્ષ બાદ આટલા મોટા વાવાઝોડાના આગમનથી ચીનમાં ખળભળાટ મચી ગયો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને ભારે વરસાદ શરૂ થયો છે. આ કારણે શી જિનપિંગ સરકારે હવાઈ ઉડાન, હાઈવે અને રેલ સેવાઓ બંધ કરવા સહિત અનેક સાવચેતીના પગલાં લીધા છે. ચીનના હવામાન વિભાગે ચેતવણી આપી છે કે વાવાઝોડાની અસર અત્યંત ખતરનાક બની શકે છે. શાંઘાઈમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે અને લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે.
લગભગ 250 કરોડની વસ્તીને આ સ્થિતિને લઈને એલર્ટ કરવામાં આવી છે. સરકારે ચાર ઈમરજન્સી ટીમોને પણ એલર્ટ પર રાખી છે જેથી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરી શકાય. 600થી વધુ ફ્લાઈટ્સ રદ: શાંઘાઈના હોંગકિયાઓ અને પુડોંગ એરપોર્ટ પરથી રવિવારે રાત્રે 8 વાગ્યાથી તમામ શેડ્યૂલ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે, જેના કારણે 600થી વધુ ફ્લાઈટ્સને અસર થઈ છે. આ સાથે કેટલાક બ્રિજ અને હાઈવે પરની અવરજવર પણ બંધ કરી દેવામાં આવી છે.
Typhoon #Bebinca in Suzhou pic.twitter.com/d0FKcXBZWF
— Fuertner (@Fuertner) September 16, 2024
લોકોનું સ્થળાંતર: ચક્રવાતમાં 151 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની ધારણા છે અને તેને તીવ્ર ચક્રવાત તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. શાંઘાઈના એક જિલ્લામાંથી અત્યાર સુધીમાં 9,318 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઝૌશાન શહેરમાં હોટલ, રેસ્ટોરન્ટ, સુપરમાર્કેટ અને જાહેર પરિવહન સેવાઓ પણ સુરક્ષાના કારણોસર બંધ કરી દેવામાં આવી છે. આ વાવાઝોડાની સૌથી વધુ અસર ઈસ્ટ કોસ્ટ પર થવાની શક્યતા છે, જ્યાં કેટલાક સ્થળોએ 10 ઈંચ જેટલો વરસાદ થઈ શકે છે.
https://twitter.com/RecordGBA/status/1835480382625792046