ન્યુઝીલેન્ડના કેન્ટરબરી વિસ્તારમાં બુધવારે ભારે વાવાઝોડાએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તે દરમિયાનનો એક વીડિયો વાયરલ થયો કે જેને એક પાયલોટે રેકોર્ડ કર્યો છે. વીડિયોમાં વિમાનની નજીક વીજળી પડતી જોવા મળી હતી. ક્રાઈસ્ટચર્ચ એરપોર્ટ પર જોરદાર વાવાઝોડા વચ્ચે અમીરાત એ 380 એરબસ વિમાન રનવે પર દોડી રહ્યું હતું. ત્યારે જ અચાનક વીજળી પડી હતી અને એક પાયલોટે તેને કેમેરામાં રેકોર્ડ કરી લીધી હતી.
જે પાયલોટે આ ઘટના રેકોર્ડ કરી છે તેનું નામ ડેનિયલ કુરી છે. તેણે આ નાની ક્લિપ સ્થાનિક ન્યૂઝ ચેનલ સાથે શેર કરી છે. બુધવારે બપોરે લગભગ 3.30 વાગ્યે તેણે આ વીડિયો રેકોર્ડ કર્યો હતો.
કુરીના સાથીએ કહ્યું કે, અમે તમામ મુસાફરોની વિમાનમાંથી ઉતરવાની રાહ જોઈ રહ્યા હતા. ખરાબ હવામાનને કારણે મુસાફરોને ઉતારવાનું અમને ઠીક ન લાગ્યું. નસીબના જોગે વીજળી પડવાથી કોઈ પેસેન્જરને કંઈ થયું નથી.’ અહીં વીડિયોમાં જુઓ કઈ રીતે આ વીજળી પડી.