BLA: પાકિસ્તાનને ખુલ્લો પડકાર, બલૂચ નેતા મીર યાર બલોચે આપ્યું મોટું નિવેદન
BLA: બલૂચ નેતા મીર યાર બલોચે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા. તેણે કીધુ:
“અમારી લડાઈ ન્યાય અને શાંતિની પુનઃસ્થાપના માટે છે. હવે કોઈ પણ પાકિસ્તાની કોઈ હિન્દુને કલમાનો પાઠ કરવાનું કહેવાની અને પછી તેને મારી નાખવાની હિંમત કરશે નહીં.”
બલૂચ ચળવળને માનવતા માટેની લડાઈ ગણાવતા, તેમણે લોકોને નૈતિક, રાજદ્વારી અને રાજકીય સમર્થન માટે અપીલ કરી.
ક્વેટામાં તણાવ વધ્યો, BLAએ પાકિસ્તાની સેના પર હુમલો કર્યો
બલૂચ લિબરેશન આર્મી (BLA) એ દાવો કર્યો છે કે તેણે બલૂચિસ્તાનની રાજધાની ક્વેટામાં પાકિસ્તાની સેનાની ઘણી ચોકીઓ પર કબજો કર્યો છે. અહેવાલો અનુસાર, પાકિસ્તાની સેનાને ઘણા વિસ્તારોમાંથી પીછેહઠ કરવી પડી છે અને સ્થાનિક સ્તરે તેમનું નિયંત્રણ નબળું પડી ગયું છે.
આ હુમલો એવા સમયે થયો છે જ્યારે હવાઈ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. બલૂચ ચળવળે આ તકનો ઉપયોગ પોતાની લડાઈને વધુ તીવ્ર બનાવવા માટે કર્યો છે.
“પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે” – મીર યાર બલોચ
બલૂચ નેતા મીર યાર બલોચે તેમના સંબોધનમાં કહ્યું:
“આપણી મહાન લડાઈ આ પ્રદેશને આતંકવાદના કેન્દ્ર પાકિસ્તાનથી મુક્ત કરાવવાની છે.”
તેમણે સ્પષ્ટતા કરી કે તેમનો સંઘર્ષ કોઈ ધર્મ કે જાતિ સામે નથી, પરંતુ એક દમનકારી શાસન સામે છે જે વર્ષોથી બલૂચ લોકોના અધિકારોને કચડી રહ્યું છે.
Our fight is for the restoration of genuine peace where no Pakistani will dare to ask a Hindu for reciting Kalma and murder him in front of his wife and children.
Our noble fight is to make this region free of cancerous and terrorist epicenter Pakistan.
Join is dignified by… pic.twitter.com/gp3heYEnw1
— Mir Yar Baloch (@miryar_baloch) May 8, 2025
બલુચિસ્તાનનો સંઘર્ષ: એક જૂનો ઘા
બલુચિસ્તાનમાં દાયકાઓથી અલગતાવાદી ચળવળ ચાલી રહી છે. બલૂચ લોકોનો આરોપ છે કે પાકિસ્તાન સરકાર તેમના સંસાધનોનું શોષણ કરી રહી છે અને તેમને રાજકીય, આર્થિક અને સામાજિક રીતે હાંસિયામાં ધકેલી રહી છે. બલૂચ નેતાઓની માંગ છે કે તેમને સ્વતંત્ર રાષ્ટ્રનો દરજ્જો આપવો જોઈએ.