Mr. Surveillance તરીકે ઓળખાતા ટીકટોક યુઝરે તેના ગુપ્ત કેમેરાની મદદ સાથે હોશિયારીથી તેની ગર્લફ્રેન્ડની બનાવટનો પર્દાફાશ કર્યો છે. મિસ્ટર સર્વેલન્સે જણાવ્યું હતું કે તેની પ્રેમિકા સાથેના તેના સંબંધ 6 વર્ષ જૂનાં છે, હવે બધું સમાપ્ત થઈ ગયું છે. ગલ્ફ ટુડેના એક અહેવાલ મુજબ મિસ્ટર સર્વેલન્સને તેની ગર્લફ્રેન્ડ પર શંકા હતી. પછી તેણે તેની પ્રેમિકાની જાસૂસી કરવાનું નક્કી કર્યું. મિસ્ટર સર્વેલન્સ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા ગુપ્તચર કેમેરા બરાબર ચાર્જર જેવો દેખાય છે. તેમાં યુ.એસ.બી. ચાર્જિંગ પોઇન્ટની ઉપરની બાજુએ એક લેન્સ રાખવામાં આવ્યો છે. ટિકટોક પર વીડિયો અપલોડ કરતી વખતે મિસ્ટર સર્વેલન્સએ લખ્યું કે આ પહેલા મને આટલું દુ:ખ ક્યારેય થયું નથી. મહેરબાની કરીને મને ન સમજતા મને શંકા છે કે મારી ગર્લફ્રેન્ડ મારી સાથે દગો કરી રહી છે. ત્યારે જ મેં આ કરવાનું નક્કી કર્યું.
કેમેરામાં શું રેકોર્ડ થયું?
મિસ્ટર સર્વેલન્સએ કહ્યું કે તેણે રસોડાની દિવાલ પર સોકેટમાં ઇન્ટેલિજન્સ કેમેરા સાથે ચાર્જર મુક્યું હતું અને ઘરની બાજુમાં પાર્ક કરેલી કારમાં રાહ જોવા લાગ્યો. થોડા સમય પછી ઘરનો દરવાજો ખુલ્યો અને મિસ્ટર સર્વેલન્સની ગર્લફ્રેન્ડ બીજા છોકરા સાથે ઘરમાં પ્રવેશી. ગર્લફ્રેન્ડ તેનો હાથ પકડતી નજરે પડે છે. આ પછી બંને રોમાંસ કરતા જોવા મળે છે. આ બધી ઘટના ગુપ્ત કેમેરામાં કેદ થઈ ગઈ છે.નોંધનીય છે કે મિસ્ટર સર્વેલન્સએ આ વિડિઓ ટિકટોક પર અપલોડ કર્યો હતો અને તે તેની ગર્લફ્રેન્ડને મોકલ્યો હતો. તેણે વીડિયોની સાથે તેની ગર્લફ્રેન્ડને એક સંદેશ પણ મોકલ્યો અને લખ્યું, ‘મારી જિંદગીના 6 વર્ષ બરબાદ થયાં. આપણા બંને વચ્ચે હવે બધું સમાપ્ત થઈ ગયું છે.