ચીનના હુનાન પ્રાંતમાં એક બસમાં આગ લાગવાથી 26 યાત્રીઓના મોત થયા. આ બસ યાત્રીઓને લઈને જઈ રહી હતી ત્યારે તેમાં અચાનક આગ લાગી. જેથી આગમાં 28 લોકો ઘાયલ થયા જેમાથી પાંચ અતી ગંભીર છે. સ્થાનિક પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે બસમાં 53થી વધુ યાત્રીઓ સવાર હતા. જે દરમ્યાન બસમાં આગ લાગી હતી.
આગના કારણે બસમાં રાખવામાં આવેલા તમામ સામાન બળીને ખાક થઈ ગયો. પોલીસે દુર્ઘટના બાદ બે ડ્રાઈવરની ધરપકડ કરી. ત્યારે બસમાં આગ ક્યા કારણે લાગી તે અંગે પણ પોલીસ તપાસ હાથ ધરી છે. આ પહેલા ચીનના યાંચેંગ શહેરમાં આવેલા કેમિકલ પ્લાન્ટમાં વિસ્ફોટ થવાના કારણે 44 જેટલા લોકોના મોત અને 32 લોકો ઘાયલ થયા હતા. ગુરૂવારે થયેલા બ્લાસ્ટ બાદ અફરા-તફરી મચી હતી.