Canada-China Relations: હિકવિઝન કંપની પર પ્રતિબંધ, રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર કડક પગલું
Canada-China Relations– કેનેડા સરકારે ચીનની અગ્રગણ્ય ટેક્નોલોજી કંપની હિકવિઝન (Hikvision) પર દેશભરમાં કામગીરી બંધ કરવાનો આદેશ આપ્યો છે. ઉદ્યોગમંત્રી મેલાની જોલી દ્વારા 27 જૂન, 2025ના રોજ જાહેર કરાયેલા આ નિર્ણয়ে સ્પષ્ટ થયું છે કે હિકવિઝન જેવી કંપનીઓ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષાને ગંભીર ખતરો પહોંચે તેવી શક્યતાઓના પગલે આ પગલું ભરવામાં આવ્યું છે.
મંત્રીએ જણાવ્યું કે, “કેનેડાની સુરક્ષા અને નાગરિકોની ખાનગી માહિતીની સુરક્ષા માટે આપણે કોઈપણ પ્રકારના જોખમો સ્વીકારી શકીશું નહીં.”
વિવાદાસ્પદ ઈતિહાસ ધરાવતી હિકવિઝન
હિકવિઝનને અમેરિકા દ્વારા પહેલાથી જ બ્લેકલિસ્ટ કરવામાં આવ્યું છે અને યુરોપિયન યુનિયન દ્વારા પણ તેના પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. કંપની પર ચીનમાં તેના સર્વેલન્સ સાધનોનો ઉપયોગ નાગરિકો, ખાસ કરીને ઉઇગુર મુસ્લિમો પર દમનકારી દેખરેખ માટે કરવાનો આરોપ છે.
કેનેડા માટે આ પ્રતિબંધ માત્ર ટેકનોલોજીકલ નિર્ણય નથી, પરંતુ એક મોટો કૂટનીતિક સંકેત પણ છે કે દેશ પોતાની ડિજિટલ સીમાઓની સુરક્ષા માટે કોઈપણ પ્રકારના રાજકીય દબાણ સામે ઝુકશે નહીં.
ચીન-કેનેડા સંબંધોમાં વધુ તણાવની શક્યતા
આ નિર્ણયનો ચીન તરફથી શું પ્રતિક્રિયા મળે છે તે જોવાનું રહેશે, જોકે વિશ્લેષકોના મતે ચીન કદાચ આ પગલાંને રાજકારણથી પ્રેરિત ગણાવી શકે છે. અગાઉ માઈકલ સ્પાવર અને માઈકલ કોવ્રિગની ધરપકડ, હાંગકાંગ અંગેની નીતિ અને Huawei મામલાઓને લઈને પણ બંને દેશો વચ્ચે તણાવ સર્જાયો હતો.
My statement on Hikvision Canada Inc. following a national security review under the Investment Canada Act: pic.twitter.com/Gvl6aWRxyQ
— Mélanie Joly (@melaniejoly) June 28, 2025
વેપાર, ટેકનોલોજી અને રાજનૈતિક સંબંધો પર આ પ્રતિબંધનો સીધો અસરકારક પડછાયો પડી શકે છે. તદુપરાંત કેનેડાએ ચીન પર ખોટી રીતે ખૂફિયા પ્રવૃત્તિઓ ચલાવવાનો આરોપ પણ લગાવ્યો છે.
નિષ્ણાતો માને છે કે આ નિર્ણય કેનેડાની રાષ્ટ્રીય સુરક્ષા માટે એક પ્રિવેન્ટિવ પગલું છે, પણ આ સાથે બંને દેશો વચ્ચેના કૂટનીતિક સંબંધો વધુ પડકારજનક બની શકે છે.